નવી દિલ્હીઃદેશભરમાં આજે બકરીદ (ઈદ-ઉલ-અઝહા)નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર રાષ્ટ્રપતિ (Eid Ul Azha Greetings) રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, ઈદ-ઉલ-અઝહાના અવસર પર તમામ દેશવાસીઓને, ખાસ કરીને આપણા (Bakri Eid Greetings) મુસ્લિમ ભાઈ-બહેનોને શુભેચ્છાઓ. ઈદ-ઉલ-અઝહાનો તહેવાર બલિદાન અને માનવ સેવાનું પ્રતિક છે. ચાલો આ અવસરને માનવજાતની સેવામાં સમર્પિત કરીએ અને દેશની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કામ કરીએ.
આ પણ વાંચો:ISRO ચીફ ડૉ.સોમનાથે કહ્યું, "અગ્નિવીરોને પણ મળશે ઈસરોમાં નોકરી"
મોદીએ પાઠવી શુભેચ્છા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે ઈદ મુબારક! ઈદ-ઉલ-અઝહાની (Eid ul Azha 2022) શુભેચ્છાઓ, (Congratulations on Eid ul Azha) આ તહેવાર આપણને માનવજાતના ભલા માટે સામૂહિક કલ્યાણ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે ઈદ મુબારક, ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છા. આ તહેવાર આપણને સૌની સુખાકારીની ભાવનાને મજબૂત કરવા અને સમૃદ્ધિ લાવવા માટે સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે.
આ પણ વાંચો:દિલ્હીમાં મહારાષ્ટ્ર કેબિનેટનો નિર્ણય, જાણો કોના ખાતામાં કેટલા વિભાગ
રાહુલ ગાંધી શુભેચ્છા પાઠવતા: કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ઈદ મુબારક! આ શુભ અવસર એકતાની ભાવનાનો આરંભ કરે અને સૌ માટે શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે.