- રામનાથ કોવિંદને વધુ તપાસ માટે દિલ્હીની એઈમ્સ ખસેડવામાં આવ્યા છે
- રામનાથ કોવિંદને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે
- ડોક્ટરે બાયપાસ સર્જરી કરાવવાની આપી સલાહ
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે. રાષ્ટ્રપતિ સચિવાલયએ શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આરોગ્ય અંગે અપડેટ આપતાં કહ્યું કે, આરોગ્ય તપાસ બાદ ડોકટરોએ તેમને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી છે, જે 30 માર્ચ મંગળવારના રોજ થવાની આશા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત સ્થિર છે અને તેઓ એઈમ્સના નિષ્ણાંતોની દેખરેખ હેઠળ છે.
રામનાથ કોવિંદને વધુ તપાસ માટે દિલ્હીની એઈમ્સ ખસેડવામાં આવ્યા છે
જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ કોવિંદને છાતીમાં દુખાવોની ફરિયાદ બાદ શુક્રવારે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આર્મી હોસ્પિટલના જણાવ્યા મુજબ, તેમની હાલત સ્થિર છે. ભારતીય સૈન્યની સંશોધન અને રેફરલ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેમને વધુ તપાસ માટે દિલ્હી એઈમ્સમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે, 'રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાલત સ્થિર છે. વધુ તપાસ માટે તેમને એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા