- ઉત્તરાખંડ ઉજવી રહ્યું છે તેનો 22મો સ્થાપના દિવસ
- 9 નવેમ્બર 2000ના રોજ અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો
- રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા
દેહરાદૂન: આજે 9 નવેમ્બરે ઉત્તરાખંડ તેનો 21મો સ્થાપના દિવસ (Uttarakhand 21st Foundation Day) ઉજવી રહ્યું છે. ઉત્તરાખંડ રાજ્યના 21 વર્ષ થયા છે, તેને 9 નવેમ્બર 2000ના રોજ અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. અલગ ઉત્તરાખંડ રાજ્ય માટે ઘણાં વર્ષોથી આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાજ્યના 42 આંદોલનકારીઓ પોલીસની ગોળીઓથી શહીદ થયા હતા. ઉત્તરાખંડ તેનો 21મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને વડાપ્રધાન નરેન્દ્ર (PM Modi) મોદી સહિત ઘણા મહાનુભાવોએ ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસ પર તેમની શુભેચ્છાઓ આપી હતી. ત્યારે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ અને મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ પણ રાજ્યના સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની મહારાષ્ટ્રને મોટી ભેટ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો
રાજ્યના તમામ રહેવાસીઓને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય માટે શુભેચ્છાઓ: રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) ટ્વિટ કરીને લખ્યું કે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ પર રાજ્યના રહેવાસીઓને હાર્દિક અભિનંદન. પોતાની સાદી જીવનશૈલી, ઈમાનદારી અને નમ્રતા માટે પ્રખ્યાત ઉત્તરાખંડના લોકોએ પોતાની મહેનતથી રાજ્યમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. આ શુભ અવસર પર રાજ્યના તમામ રહેવાસીઓને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.