ગુજરાત

gujarat

મધ્યપ્રદેશમાં નથી રોકાઈ રહ્યો મહિલાઓ પર અત્યાચાર, જુઓ ગુના જિલ્લાની આ ઘટના

ગુના જિલ્લામાં માણસાઈને નેવે મૂકતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ગર્ભવતી મહિલાના ખભા પર તેના દિયરને બેસાડીને ત્રણ કિલોમીટર સુધી ચલાવવામાં આવી તેમજ તેને બેટ દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો.

By

Published : Feb 16, 2021, 11:21 AM IST

Published : Feb 16, 2021, 11:21 AM IST

mp
mp

  • ગર્ભવતી મહિલાના ખભા પર તેના દિયરને બેસાડીને 3 કિમી સુધી ચલાવાઈ
  • ગર્ભવતી મહિલાને ક્રિકેટ બેટ મારતા મારતા ચલાવાઈ
  • પોલીસે સાસરીયાના લોકો વિરુદ્ધ હુમલાની કલમો હેઠળ ગુનો નોંધ્યો

મધ્યપ્રદેશ: ગુના જિલ્લાના સિરસી પોલીસ સ્ટેશનમાં એક મહિલા ખભા પર દિયરને બેસાડીને 3 કિલોમીટર સુધી ચાલવાનો સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના જિલ્લાના સિરસી પોલીસ સ્ટેશન હેઠળ બની હતી. આ સમય દરમિયાન મહિલાને ક્રિકેટ બેટથી માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયોઝ અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટના મહિલાના પૂર્વ સાસરીયાઓ દ્વારા બની હોવાનું જણાવાયું છે. જો કે, પોલીસે આ કેસમાં હુમલાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ચાર લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે.

MPમાં નથી રોકાઈ રહ્યો મહિલાઓ પર અત્યાચાર

પતિને છોડીને અન્ય યુવક સાથે રહેતી હતી મહિલા

ઘટના બમૌરી વિધાનસભા ક્ષેત્રના ગ્રામ પંચાયત સ્થિત દગડફલા ગામની છે. જ્યાં ભીલ સમાજના મહિલાના પ્રથમ લગ્ન બાંસખેડીમાં રહેતા યુવક સાથે થયા હતા, બાદમાં તે બીજા યુવક સાથે રહેવા લાગી હતી. આ અંગે મહિલાએ કહ્યું કે, તેના પતિએ તેને છોડી દેવાની વાત કરી હતી, તેથી તે બીજા યુવક સાથે રહેવા લાગી હતી. તે અને પેલો યુવાન લગભગ એક મહિનાથી પતિ અને પત્ની તરીકે રહેતા હતા. જ્યારે તેના પૂર્વ સાસરિયાઓને માહિતી મળી ત્યારે તેના સાસરા, જેઠ સહિત લગભગ આઠ લોકો તેના ઘરે આવ્યા હતા.

મહિલાના ખભા પર દિયરને બેસાડીને 3 કિમી. ચલાવાઈ

મહિલાએ જણાવ્યું કે, પહેલા તો સાસરીયાઓએ તેની સાથે મારપીટ કરી હતી. ઘટના સમયે તેનો પતિ મજૂરી માટે બહાર ગયો હતો, ઘર પર તે એકલી હતી. મારપીટ બાદ તેના સાસરીયાઓએ તેમના દિયરને તેના ખભા પર બેસાડી દીઘો હતો. ત્યારબાદ તેમણે બાંસખેડી ગામ એટલે કે તેમના પૂર્વ સાસરીએ ચાલવાનું કહ્યું. આ માર્ગ ત્રણ કિલોમીટરનો છે. જ્યારે મહિલાએ તે વાતનો વિરોધ તો તેની પર દબાણ કરાયું. બાદમાં તેને ક્રિકેટ બેટથી મારતા-મારતા લઈ જવામાં આવી.

પાલીસે સાસરિયા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આ ઘટનાના બે-ત્રણ જુદા જુદા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સિરસી પોલીસે મહિલાના પૂર્વ સાસરીયાના ચાર લોકો વિરુદ્ધ હુમલાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details