- કર્ણાટકના કલબુર્ગીમાં મહિલાની હિંમતનો પરચો મળ્યો
- સગર્ભા હોવા છતાં તમામ શારીરિક પરીક્ષણમાં પાસ
- 24 વર્ષની અશ્વિનીએ ઉઠાવ્યું મોટું જોખમ
કંઇક કરવા માગતા હો તો સંજોગો નડતાં નથી. કર્ણાટકની એક મહિલાએ આ વાત સાચી સાબિત કરી છે. કલબુર્ગીમાં ગર્ભવતી મહિલાએ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની શારીરિક તપાસમાં જ ભાગ લીધો ન હતો પરંતુ ડૉક્ટરની સલાહને અવગણીને બુધવારે તેણીને ડીએઆર પોલીસ ગ્રાઉન્ડમાં ક્લોલિફાઇ પણ કર્યું હતું. 24 વર્ષની અશ્વિની સંતોષ કોરે (Ashwini Santhosh Kore) 10 અઠવાડિયાની ગર્ભવતી છે.
બાળક માટે જોખમી
એક મીડિયા રિપોર્ટ અનુસાર બીદરના (Bidar) એન્જિનિયર અશ્વિનીએ બે વખત શારીરિક પરીક્ષા પાસ કરી હતી, પરંતુ લેખિત પરીક્ષા પાસ કરી શક્યાં ન હતાં. આ વખતે તે મૂંઝવણમાં હતાં કે ગર્ભવતી હોવાથી શારીરિક પરીક્ષણમાં ભાગ લેવો કે નહીં. તે કહે છે કે તેના ગાયનેકોલોજિસ્ટે સલાહ આપી હતી કે આમ કરવું તેના માટે અને અજન્મા બાળક માટે ખતરનાક બની શકે છે.
400 મીટરની દોડ પણ પૂરી કરી