- હવામાન વિભાગે 13 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરી
- બિહારમાં ચોમાસા પૂર્વે વરસાદ
- વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ
મુંબઈ: વરસાદની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં આજે બુધવારે ચોમાસુ પહોંચ્યું છે. સવારથી જ અહીં વરસાદ પડી રહ્યો છે. ભારતના હવામાન વિભાગ (IMD)એ બુધવારે મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતની આગાહી કરી હતી. પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિયામક શુભાંગી ભૂતેએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે મુંબઈ શહેરમાં વરસાદ પડ્યો હતો, પરંતુ તે ચોમાસા પૂર્વેનો વરસાદ હતો. હાલની અનુકૂળ ચોમાસાની સ્થિતિને કારણે મુંબઇના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ છે હવામાન વિભાગે ચેતવણી આપીને જર્જરિત ઇમારતોને ખાલી કરાવવા આદેશ આપ્યો છે.
મધ્યપ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં પ્રિ-મોનસુન વરસાદ ચાલુ
મધ્યપ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં પ્રિ-મોનસુન (pre monsoon) વરસાદ ચાલુ છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, ઇન્દોર, શાજાપુર, મંદસૌર, દેવાસ, સાગર અને જબલપુરમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ઈન્દોરમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે. તે જ સમયે, ભોપાલમાં મંગળવારે સાંજથી વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા અઠવાડિયા સુધીમાં ચોમાસું અહીં પણ પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારમાં ચોમાસા પૂર્વે (pre monsoon)વરસાદ થઈ રહ્યો છે. ચોમાસું 12 જૂન પછી અહીં પહોંચશે. બુધવારે સવારથી ઉત્તર બિહારના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. તે જ સમયે, ઝારખંડના ધનબાદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 13 રાજ્યોમાં યલો એલર્ટ જારી કરી છે.
આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં મેઘરાજાએ દીધી દસ્તક