પ્રયાગરાજ : શુક્રવારની નમાજ બાદ પ્રયાગરાજમાં આવારા તત્વો દ્વારા ફરી એક વખત શાંતિ ભંગ કરવાનો પ્રયાસ(Riots after Friday prayers in Prayagraj) કર્યો હતો. શિવકુટી સ્થિત પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગ પર કેટલાક તોફાની તત્વોએ ઈંડું મૂકી દિધું(egg found on shivling) હતું. જે એક ભક્તના નજરમાં આવતા તેને પૂજારીનું ધ્યાન દોર્યું હતું. મુકેલા ઇંડાને ત્યાથી ફેકાવી દેવામાં આવ્યું હતું. પૂજારીએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો -Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત
સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી -પૂજારીએ જણાવ્યું કે, મંદિરની 6 ફૂટ ઊંચી દિવાલ પર ચઢીને મંદિરની અંદર સ્થાપિત શિવલિંગ પર કોઈએ ઈંડું મૂક્યું હતું. આ કૃત્યથી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને કોઈપણ ભોગે સફળ થવા દેવામાં આવશે નહીં. શિવકુટી સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.