ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રવાસી ભારતીય દિવસ 2023: કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ અને તેનું મહત્વ - પ્રવાસી ભારતીય દિવસ 2023 ની થીમ

પ્રવાસી ભારતીય દિવસ 2023 (Pravasi bhartiy divas 2023) આ દિવસ દર વર્ષે 09 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. લગભગ 4 વર્ષ બાદ પ્રવાસી ભારતીય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં (Pravasi bhartiy divas 2023 history) આવી રહી છે. જે 08 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 10 જાન્યુઆરીએ સમાપ્ત થશે. પ્રવાસી ભારતીય દિવસ 2023 ની સત્તાવાર થીમ (Pravasi bhartiy divas 2023 theme)"ડાયાસ્પોરા: અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો" છે. આવો જાણીએ આ દિવસનો ઈતિહાસ, કારણો અને મહત્વની બાબતો.

Etv Bharatપ્રવાસી ભારતીય દિવસ 2023: કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ અને તેનું મહત્વ
Etv Bharatપ્રવાસી ભારતીય દિવસ 2023: કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ અને તેનું મહત્વ

By

Published : Jan 9, 2023, 10:09 AM IST

અમદાવાદ:પ્રવાસી ભારતીય દિવસ 2023ની (Pravasi bhartiy divas 2023) ઉજવણી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં સંમેલન યોજાશે. વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં (Pravasi bhartiy divas 2023 history) આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે.

આ પણ વાંચો:ભોપાલ ખાતે અમૃતકાળ તરફની કુચ થીમ પર વિજ્ઞાનમેળો યોજાશે

ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસનું સંમેલન: 09 જાન્યુઆરીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસના ભવ્ય સંમેલનમાં ભાગ લેશે. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ દિવસ મહાત્મા ગાંધીની યાદમાં પણ મનાવવામાં આવે છે.

કેમ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ?: વર્ષ 2003થી (Why is Traveler Indian Day celebrated?) દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે.આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોના યોગદાનને બિરદાવવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો:વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

પ્રવાસી ભારતીય દિવસ 2023 ની થીમ :દર વર્ષે આ દિવસની ઉજવણી માટે નવી થીમ (Pravasi bhartiy divas 2023 theme) પસંદ કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રવાસી ભારતીય દિવસ 2023 ની સત્તાવાર થીમ "ડાયાસ્પોરા: અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો" છે. આ વિષય દેશના વિકાસમાં ભારતીય ડાયસ્પોરાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાના ખાસ કારણો:

  • વિદેશમાં વિશેષ સિદ્ધિઓ મેળવનાર ભારતીયોનું સન્માન.
  • એક પ્લેટફોર્મ બનાવવું જેના દ્વારા વિદેશી ભારતીયો અને દેશવાસીઓ વચ્ચે નેટવર્ક બનાવી શકાય.
  • દેશના યુવાનોને વિદેશમાં રહેતા ભારતીયો સાથે જોડી શકાય છે.
  • પ્રવાસી ભારતીય દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણની તકો વધારવાનો છે.
  • દેશવાસીઓ અને વિદેશી ભારતીયોને જોડીને ફાયદાકારક વ્યૂહરચના તૈયાર કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details