ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર પ્રશાંત કિશોરે કહ્યું, 'ચૂંટણી પંચ ભાજપનું સાથી' - પાર્ટી માટે રણનીતિ ઘડશે નહીં

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે એક ખાનગી ટીવી ચેનલને કહ્યું હતું કે, "તે આ સ્થાનથી દૂર જઇ રહ્યા છે" અને આગળ કોઈ પાર્ટી માટે રણનીતિ ઘડશે નહીં.

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર પ્રશાંત કિશોરે કહ્યું, 'ચૂંટણી પંચ ભાજપનું સાથી'
પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર પ્રશાંત કિશોરે કહ્યું, 'ચૂંટણી પંચ ભાજપનું સાથી'

By

Published : May 2, 2021, 7:07 PM IST

  • પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો બાદ તેમણે ચૂંટણી પંચ પર પીકેનો આરોપ
  • પ્રશાંત કિશોરે કહ્યું, કોઈ પણ પક્ષના વ્યૂહાત્મક સલાહકાર તરીકે સેવા આપશે નહીં
  • મે ક્યારેય પક્ષપાતી ચૂંટણી પંચ જોયું નથી: વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર

નવી દિલ્હી: ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે (પીકે) કહ્યું છે કે, તેઓ ભવિષ્યમાં કોઈ પણ પક્ષ માટેની રણનીતિ તૈયાર કરશે નહીં. પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો બાદ તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપના 'એક્સટેશન' તરીકે કામ કરી રહ્યું છે. સમાચાર એજન્સી PTI દ્વારા ટીવી ચેનલ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, તેઓ 'આ જગ્યા છોડી રહ્યા છે' અને હવે કોઈ પણ પક્ષના વ્યૂહાત્મક સલાહકાર તરીકે સેવા આપશે નહીં.

આ પણ વાંચો:મમતા બેનર્જીને કુંડળી જાહેર કરવાની રાજકીય મજબૂરી: મોહસીન રઝા

ભાજપ દ્વારા ધર્મનો ઉપયોગ

કિશોરે પણ ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા હતા અને ભાજપના કહેવાથી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીકેએ ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે, આ રીતે તેમણે ક્યારેય પક્ષપાતી ચૂંટણી પંચ જોયું નથી. તેમણે કહ્યું કે, આયોગે ભાજપને મદદ કરવા બધુ જ કર્યું. ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે જાણીતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપ દ્વારા ધર્મનો ઉપયોગ કરવાથી લઈને મતદાન કરવા અને નિયમોમાં ફેરફાર કરવા ચૂંટણી પંચે ભાજપને મદદ કરવા બધુ જ કર્યું છે.

આ પણ વાંચો:સુભાષચંદ્ર બોઝ અને હરીપુરાનું કનેક્શન, પશ્ચિમ બંગાળની ચૂંટણીનું ગતકડું

ભાજપ સારું પ્રદર્શન કરે તો હું આ જગ્યા ખાલી કરીશ દઈશ: પીકે

એક પ્રશ્નના જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, તેઓ 'આ જગ્યા છોડી રહ્યા છે' અને પક્ષકારો માટે કોઈપણ પ્રકારની વ્યૂહરચના બનાવવામાં કામ કરશે નહીં. કિશોરે ડિસેમ્બરમાં દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 2 ડિઝિટનો આંકડો પાર કરી શકશે નહીં, અને જો તેમ થાય તો તે વ્યૂહરચના પર કામ કરવાનું બંધ કરશે. ગત વર્ષે ડિસેમ્બરમાં કિશોરે ટ્વીટ કર્યું હતું કે, '... હકીકતમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં ડબલ ડિઝિટનો આંકડો પાર કરવા માટે સંઘર્ષ કરશે.' વધુમાં કહ્યું હતું કે, 'જો ભાજપ સારું પ્રદર્શન કરે તો હું આ જગ્યા ખાલી કરીશ દઈશ.

ABOUT THE AUTHOR

...view details