ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રશાંત કિશોરે કોંગ્રેસને બતાવ્યો અરીસો, બોલ્યા- રાહુલ PM મોદીની તાકાતનો અંદાજો નથી લગાવી શકતા

ભાજપ (BJP)ની મજબૂત ઉપસ્થિતિની ભવિષ્યવાણી કરતા પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તે (રાહુલ ગાંધી) કદાચ એ ભ્રમમાં છે કે ભાજપ ફક્ત મોદી લહેર સમયે જ સત્તામાં રહેવાની છે.

પ્રશાંત કિશોરે કોંગ્રેસને બતાવ્યો અરીસો
પ્રશાંત કિશોરે કોંગ્રેસને બતાવ્યો અરીસો

By

Published : Oct 28, 2021, 3:40 PM IST

  • BJP લાંબા સમય સુધી ભારતીય રાજનીતિમાં એક શક્તિ બની રહેશે
  • ભાજપ જીતે કે હારે, ક્યાંય જવાનું નથી
  • રાહુલ ભ્રમમાં છે કે BJP ફક્ત મોદી લહેર સુદી જ સત્તામાં રહેશે

પણજી: ચૂંટણી કન્સલટન્સી ફર્મ આઈપેક (IPAC)ના પ્રમુખ પ્રશાંત કિશોરે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) હજુ દાયકાઓ સુધી ભારતીય રાજનીતિ (Indian Politics)માં મુખ્ય ભૂમિકા નિભાવશે. અંગ્રેજી સમાચાર પત્ર હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ગોવા યાત્રા દરમિયાન પ્રશાંત કિશોરે (Prashant Kishor) આ વાત કહી હતી.

ભાજપ દાયકાઓ સુધી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહેશે

પ્રશાંત કિશોરે કહ્યું કે, "ભાજપ લાંબા સમય સુધી ભારતીય રાજનીતિમાં એક શક્તિ બની રહેશે અને કોંગ્રેસને આગામી અનેક દાયકાઓ સુધી ભાજપ સામે લડવું પડશે. ગોવામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, "ભાજપ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહેશે- પછી જીતે કે હારે, જેવા કોંગ્રેસના પહેલા 40 વર્ષ હતા. ભાજપ ક્યાંય જઇ રહ્યું નથી, જ્યારે એક પાર્ટી આખા ભારતમાં 30 ટકા વોટ મેળવી લે છે, તો તે ઘણી જલદી ખત્મ નહીં થાય."

રાહુલને મોદી અને ભાજપની તાકાતનો અંદાજો નથી

ભાજપની મજબૂત ઉપસ્થિતિની ભવિષ્યવાણી કરતા પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, "તેઓ (રાહુલ ગાંધી) કદાચ એ ભ્રમમાં છે કે ભાજપ ફક્ત મોદી લહેર સુધી જ સત્તામાં રહેવાનું છે. તેમને મોદી અને ભાજપની તાકાતનો અંદાજ નથી." તેમણે કહ્યું કે, "કોંગ્રેસે એ ચક્કરમાં ન ફસાવું જોઇએ કે લોકો નારાજ થઈ રહ્યા છે અને મોદીને સત્તાથી ઉખાડી ફેંકશે." તેમણે આગળ કહ્યું કે, "કદાચ જનતા મોદીને સત્તાથી હટાવી દે, પરંતુ ભાજપ ક્યાંય જઈ નથી રહ્યું. તમારે (કોંગ્રેસ) આનાથી આગામી અનેક દાયકાઓ સુધી લડવાનું હશે."

અત્યારે ગોવામાં છે પ્રશાંત કિશોર

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની જીત બાદ ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરનું કદ વધ્યું છે, કેમકે તેમની ટીમે પડદાની પાછળ TMCની ચૂંટણી રણનીતિની જવાબદારી સંભાળી હતી. પ્રશાંત કિશોર અત્યારે ગોવામાં છે અને ચૂંટણી લડવા માટે તૃણમૂલ કોંગ્રેસને પગ જમાવવામાં મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચો:જમ્મુ -કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ આતંકીને ઠાર કર્યો

આ પણ વાંચો: પાકની નાપાક હરકત,ભારતની બોર્ડર પર ફરી ડ્રોન દેખાયું

ABOUT THE AUTHOR

...view details