નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઈન્કાર (Prashant Kishor declines Congress offer) કરી દીધો છે. હાલમાં જ પ્રશાંત કિશોરે 2024ની સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ પોતાનો રિપોર્ટ પણ સોંપ્યો હતો.
સસ્પેન્સનો અંત:પાર્ટીના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાના ટ્વીટ (Surjewala tweet on prashant kishor) બાદ આ સસ્પેન્સનો અંત આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ (prashant kishor joining congress) શકે છે. રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, પ્રશાંત કિશોર સાથે મુલાકાત અને ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષે લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને એક સમિતિની રચના કરી હતી. પ્રશાંત કિશોરને આ સમિતિના સભ્ય તરીકે પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો:મુંબઈ પોલીસે સાંસદ નવનીત રાણાનો ભાંડો ફોડ્યો, કમિશ્નરે વીડિયો કર્યો જાહેર