ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Prashant Kishor Attacks Congress: પીકેનો પ્રહાર - વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી, હારે છે 90 ટકા ચૂંટણી - કોંગ્રેસ નેતૃત્વ અને વ્યૂહરચના

મમતા બેનર્જી (mamata banerjee slams congress) બાદ હવે પ્રશાંત કિશોરે કૉંગ્રેસ પાર્ટી પર પ્રહાર (Prashant Kishor Attacks Congress) કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે, વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી. તેમણે કહ્યું છે કે, કૉંગ્રેસ તો છેલ્લા 10 વર્ષોમાં 90 ટકા ચૂંટણી હારી ચૂકી છે. એક દિવસ પહેલા મુંબઈમાં મમતા બેનર્જી (mamata banerjee in mumbai)એ કહ્યું હતું કે, UPA જેવું હવે કંઇ નથી. તેમણે નામ લીધા વગર જ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા (rahul gandhi's leadership ability) પર કટાક્ષ કર્યો હતો.

પીકેનો પ્રહાર - વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી, હારે છે 90 ટકા ચૂંટણી
પીકેનો પ્રહાર - વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી, હારે છે 90 ટકા ચૂંટણી

By

Published : Dec 2, 2021, 7:23 PM IST

  • કૉંગ્રેસ છેલ્લા 10 વર્ષમાં 90 ટકા ચૂંટણી હારી છે
  • વિપક્ષનું નેતૃત્વ લોકશાહી રીતે કરવા દેવું જોઇએ
  • મમતા બાદ પ્રશાંત કિશોર કૉંગ્રેસને આડેહાથ લીધું

કોલકાતા: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (prashant kishor election strategist) ગુરૂવારના વિપક્ષના નેતૃત્વના મુદ્દા પર કૉંગ્રેસ પર નિશાન (Prashant Kishor Attacks Congress) સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ કોઈ વ્યક્તિનો દૈવીય અધિકાર નથી. એ પણ ત્યારે જ્યારે પાર્ટીએ છેલ્લા એક દાયકામાં લડેલી મોટાભાગની ચૂંટણી હારી હોય.

વિપક્ષનું નેતૃત્વ લોકશાહીની રીતે નક્કી કરવું જોઇએ

પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું કે, 'વિપક્ષનું નેતૃત્વ (opposition leadership in india) લોકશાહી રીતે નક્કી કરવું જોઇએ.' તેમણે આગળ લખ્યું કે, 'કૉંગ્રેસ જે આઇડિયા અને સ્પેસનું પ્રતિનિધિત્વ કરે છે, એ એક મજબૂત વિપક્ષ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવીય અધિકાર નથી, જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષોમાં પોતાની 90 ટકા ચૂંટણી હારતી હોય. લોકશાહી રીતે વિપક્ષનું નેતૃત્વ કરવા દો.'

મમતા બેનર્જીએ કહ્યું હતું - UPA જેવું હવે કંઇ નથી

તેમની ટિપ્પણી તૃણમૂલ કૉંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીના એ નિવેદનના એક દિવસ બાદ આવી છે, જેમાં મમતાએ કહ્યું હતું કે, "સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (united progressive alliance india) જેવું હવે કંઇ નથી." આ પહેલા પણ પ્રશાંત કિશોરે કૉંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, 'લખીમપુર ખીરીકાંડ (lakhimpur kheri violence) બાદ જે લોકો જૂની પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષનું ઝડપી પુનરુત્થાન શોધી રહ્યા છે તેઓ ભારે નિરાશામાં છે, કારણ કે આનું કોઈ ઝડપી સમાધાન નથી.'

ભાજપને પડકાર આપવાની સ્થિતિમાં વર્ષો સુધી નહીં આવે કૉંગ્રેસ

પ્રશાંત કિશોરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, "જો કૉંગ્રેસે નેતૃત્વ અને રણનીતિ (congress leadership and strategy) ના બદલી તો તે ભાજપને પડકાર આપવાની સ્થિતિમાં વર્ષો સુધી નહીં આવે." ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોર અને તેમની I-PAC ટીમ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (west bengal assembly 2021) બાદથી તૃણમૂલ કૉંગ્રેસ માટે કામ કરી રહી છે અને વર્તમાનમાં રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીના વિસ્તરણ માટે રણનીતિ (tmc in national politics) તૈયાર કરવા પર કામ કરી રહી છે.

આ પણ વાંચો: Parliament Winter Session 2021: રાજ્યસભામાં હોબાળા પર વેંકૈયા નાયડુએ ચિંતા વ્યક્ત કરી, યાદ અપાવી આ વાત

આ પણ વાંચો:UP Eiections 2022: ભાજપ 'હિંદુ-મુસ્લિમની રાજનીતિ' કરી રહી છેઃ માયાવતી

ABOUT THE AUTHOR

...view details