નવી દિલ્હી : નવી દિલ્હીની સર્દ આબોહવામાં લુટિયન્સ જગતમાં આ સમાચારે સુગબુગાહટ જન્માવી દીધી હતી. કમૂરતાં ઊતર્યાં છે અને તરત સામે આવેલા આ સમાચાર આગામી લોકસભા ચૂંટણીઓને લઇને સાંકેતિક માનવામાં આવી રહ્યાં છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખર્જીૂના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ આજે બૂક લોન્ચ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પિતા વિશે પુસ્તક લખ્યું છે : શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પિતા પ્રણવ મુખર્જી સંદર્ભે સંસ્મરણો આલેખતું પુસ્તક લખ્યું છે. Pranab My Father: A Daughter Remembers નામના આ પુસ્તકની એક પ્રતિ ભેટ આપવા માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
શર્મિષ્ઠાએ હેતુ સ્પષ્ટ કર્યો :ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ મુખર્જીની ડાયરીઓમાંથી સંદર્ભો ટાંકતું પુસ્તક પ્રનબ માય ફાધર એ ડોટર રીમેમ્બર્સ ને ગયા મહિને તેમની જન્મજયંતિના અવસર પર લૉન્ચ કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું, " PM @narendramodi જીને મારા પુસ્તક પ્રણવ માય ફાધર: અ ડોટર રિમેમ્બર્સ'ની નકલ આપવા માટે મળી.. તેઓ મારા માટે હંમેશા જેવા જ દયાળુ હતા અને બાબા માટે તેમનો આદર જરાય ઓછો થયો નથી. આભાર સર,"
પીએમ મોદીએ વ્યક્ત કર્યો પ્રતિભાવ : તો સામે પક્ષે પીએમ મોદીએ પણ શર્મિષ્ઠા મુખર્જીની પોસ્ટનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીૂ ની "મહાનતા, શાણપણ અને બૌદ્ધિક ઊંડાણ" માટે પ્રશંસા કરી હતી. "શર્મિષ્ઠાજીને મળીને અને પ્રણવ બાબુ સાથેની યાદગાર વાર્તાલાપ યાદ કરીને હંમેશા આનંદ થાય છે. તેમની મહાનતા, શાણપણ અને બૌદ્ધિક ઊંડાણ તમારા પુસ્તકમાં સ્પષ્ટપણે દેખાય છે! " તેમ પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું.
કોંગ્રેસ, પ્રણવ મુખર્જી અને ચૂંટણી : જ્યારે શર્મિષ્ઠા પોતાના પિતા વિશે લખેલી કેટલીક વાતો પર નજર કરીએ તો તેમાં કોંગ્રેસની અંદરની વાતો જાણવા મળે છે તેમ જ ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો અંગે પણ પ્રકાશ પાડ્યો છે. તેમણે એક ઠેકાણે જણાવ્યું હતું કે તેમના પિતાને લાગ્યું હતું કે રાજીવ ગાંધીની કેબિનેટમાં તેમના " બિનઆધીન " વલણને કારણે તેમને સમાવેશ કરવામાં આવ્યો નથી. શર્મિષ્ઠાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશેના તેમના મૂલ્યાંકન પર પણ કલમ ચલાવી છે. શર્મિષ્ઠા મુખર્જી 2014 માં કોંગ્રેસમાં જોડાયા હતાં અને 2015 માં ગ્રેટર કૈલાશ બેઠક પરથી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું જોકે તેઓ બેઠક સર કરી શક્યાં ન હતાં. સોશિયલ મીડિયા પરની સપ્ટેમ્બર 2021માં અગાઉની એક પોસ્ટમાં શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું હતું કે તેમણે " રાજનીતિ છોડી દીધી છે " ત્યારે આજની તેમની મુલાકાતને આગામી લોકસભા ચૂંટણીમાં તેમના સક્રિય થવાની ઉમીદ જગાવતી છે.
- પ્રણવ મુખર્જીના રાજકીય જીવનની મહત્ત્વની ક્ષણો
- પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખર્જીના જીવન અને કારકિર્દીની કેટલીક રસપ્રદ વાતો