પણજી:ગોવાના નવા મુખ્યપ્રધાન તરીકે પ્રમોદ સાવંત ફરી (Pramod Sawant New Chief Minister Of Goa) ચૂંટાયા છે. બીજેપી વિધાયક દળની બેઠકમાં સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય બાદ કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમરે સાવંતને વિધાયક દળના નેતા જાહેર કર્યા હતા. ગોવામાં ભાજપે પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. મનોહર પર્રિકરના અવસાન બાદ તેમને ગોવાના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:હરિદ્વારમાં ધ કાશ્મીર ફાઇલ્સનો ક્રેઝ, લોકોએ લગાવ્યા 'કાશ્મીર હમારા હૈ' ના નારા
પ્રમોદ સાવંતના નામ પર મહોર લગાવી: ભાજપના સૂત્રોનો દાવો છે કે, ગોવામાં ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે પહેલા જ પ્રમોદ સાવંતના નામ પર મહોર લગાવી દીધી હતી. ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પ્રમોદ સાવંતની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા હતી.
આ પણ વાંચો:પુષ્કર સિંહ ધામી ફરીથી ઉત્તરાખંડના સીએમ બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
ભાજપ 40માંથી 20 બેઠકો જીતી: ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 40માંથી 20 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. બહુમતી માટે જરૂરી 21 બેઠકોના જાદુઈ આંકડાથી ભાજપ એક સીટ પાછળ હતી.