- પાકિસ્તાનની જેલમાં બંધ પ્રહલાદ સિંહની 23 વર્ષ બાદ વતનવાપસી
- 1998માં ભૂલથી પીઓકેમાં ગુમ થઈ ગયા હતા
- પીઓકે અને રાવલપિંડી જેલમાં રહ્યા કેદ
- પ્રહલાદ સિંહને વતન લાવવામાં સાગર એસપી અતુલ સિંહે નીભાવી મહત્વની ભૂમિકા
સાગર: પ્રહલાદ સિંહનો પરિવાર આશા ખોઈ ચૂક્યો હતો કે 23 વર્ષ પહેલા ગુમ પ્રહલાદ કદાચ જ પાછો ફરે, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષોથી પ્રયત્નો કરી રહેલા પ્રહલાદનો ભાઈ એક વર્ષ પહેલા સાગર એસપી પાસે પહોંચ્યો અને એસપી અતુલ સિંહે જ્યારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો તો હવે પ્રહલાદ સિંહની ના ફક્ત વતન વાપસી થઈ રહી છે, પરંતુ ભારત-પાકિસ્તાનના રસ્તે પોતાના પરિવાર સાથે સાગર જિલ્લાના ગૌરઝામરના ખામખેડા પહોંચ્યા. આવો જાણીએ કોણ છે પ્રહલાદ અને 22 વર્ષ પછી તેમની વતન વાપસી કઈ રીતે થઈ રહી છે.
પાકિસ્તાની જેલમાં કેદ રહ્યા પ્રહલાદ સિંહ રાજપૂત
સાગર જિલ્લાના ગૌરઝામર તાલુકાના ખામખેડા ગામના પ્રહલાદ સિંહ કુંજીલાલ રાજપૂતનો જન્મ 17 એપ્રિલ 1965ના ખામખેડાની ઘોસીપટ્ટી પર થયો હતો. પ્રહલાદ સિંહ શરૂઆતથી જ થોડાક માનસિક રીતે બીમાર હતા. પ્રહલાદ સિંહની ઉંમર જ્યારે 22 વર્ષ હતી ત્યારે પ્રહલાદ સિંહ અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયા. પ્રલાહદ સિંહના પરિવારે તેમને શોધવાનો ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ તેમના વિશે કોઈ જાણકારી મળી નહીં.
30 ઑગષ્ટના પ્રહલાદ સિંહની વતન વાપસી, 22 વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતા
16 વર્ષ પછી જાણકારી મળી કે પ્રહલાદ પાકિસ્તાની જેલમાં કેદ છે
PWDમાં કાર્યરત પ્રહલાદ સિંહના મોટાભાઈ વીર સિંહ રાજપૂતે જણાવ્યું કે, 1998માં તેમનો ભાઈ ગુમ થયો હતો. તેમણે પોતાના ભાઈની ઘણી જ શોધખોળ કરી, પરંતુ સફળતા મળી નહીં. 2014માં સમાચાર પત્ર દ્વારા જાણકારી મળી કે પ્રહલાદ સિંહ પાકિસ્તાનની જેલમાં કેદ છે. જેવી આ વિશે માહિતી મળી તો તેમણે કલેક્ટર એસપી દરેક સ્તર પર ભાઈને પાછો લાવવા અને શોધવા માટે આવેદન આપ્યા, ઘણા લાંબા સમય સુધી કોઈ જાણકાર મળી નહીં.
પાકિસ્તાન સરકારે 17 કેદીઓની જાણકારી ભારત મોકલી
સાગર પોલીસ અધિક્ષક અતુલ સિંહે જણાવ્યું કે 2015માં પાકિસ્તાન સરકાર ભારત સરકારને સૂચના આપી હતી કે અમારી પાસે એવા 17 કેદીઓ છે જેઓ માનસિક રીતે બીમાર છે અને પોતાનું નામ અને સરનામું પણ યોગ્ય રીતે જણાવી શકતા નથી. આ માહિતી જ્યારે પ્રહલાદના પરિજનો દ્વારા આપવામાં આવેલી માહિતીથી 2015માં સરખાવવામાં આવી તો જાણવા મળ્યું કે પ્રહલાદ નામનો એક વ્યક્તિ પાકિસ્તાનમાં બંધ હતો. તેના નામ સિવાય અન્ય જાણકારી મળી શકી રહી નહોતી.