અમદાવાદ:ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોની જિંદગી છીનવી લેનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે છે. પ્રગ્નેશ પટેલે ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી છે. લોકોને ધમકાવવીને પોતાના પુત્રને સારવાર અર્થે સિમ્સ હોસ્પિટલ લઈ ગયા હતા. આ સંદર્ભે પોલીસે કલમ 506 અંતર્ગત પ્રગ્નેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે.
વચગાળાની જામીન માટે કરશે અરજી: ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પ્રજ્ઞેશ પટેલના જામીન નામંજૂર કર્યા છે. ત્યારે પ્રગ્નેશ પટેલના વકીલ નિસાર વૈધ મેડિકલ આધાર પર આવતીકાલે વચગાળાની જામીન અરજી ફાઈલ કરશે. પ્રગ્નેશ પટેલના નિશાર વૈદ્યે જણાવ્યું હતું કે પ્રગ્નેશ પટેલને કેન્સર છે. મુંબઈની ટાટા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આથી ટાટા હોસ્પિટલ દ્વારા મેઈલ આવતા ત્યાં સારવાર અર્થે જવાનું પ્રગ્નેશ પટેલના વકીલ નિસાર વૈધનું કહેવું છે.
જામીન માટે કરી અરજી: પ્રગ્નેશ પટેલે ત્યારબાદ કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે પ્રગ્નેશ પટેલે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી નથી. તેઓ ફક્ત પોતાના દીકરાને હોસ્પિટલ લઈ ગયા હતા. જેની જાણ પોલીસને ફોનથી કરાઇ હતી. પ્રગ્નેશ પટેલે કોઈને ધમકી આપી નથી. તેમને ફક્ત પોતાના પુત્રને લોકોના મારથી બચાવવા અને સારવાર અપાવવા પિતાની ફરજ નિભાવી છે.
સરકારી વકીલ વકીલનું નિવેદન: જો કે સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ સાહેદોના નિવેદન ટાંકતા પ્રગ્નેશ પટેલે ઘટના સ્થળ પર લોકોને ધમકી આપી છે. તેમજ પોતાની પત્નીને ગાડીમાંથી રિવોલ્વર કાઢવા કહ્યું હતું. ઉપરાંત પ્રગ્નેશ પટેલ પર જુદા-જુદા પોલીસ મથકે નોંધાયેલ 10 જેટલા ગુનાઓ અને પાસાની માહિતી આપી હતી. પ્રગ્નેશ પટેલ પર ધાક ધમકીના કેસ નોંધાયેલા છે. તેમજ ઇસ્કોન બ્રિજ અકસ્માતની તપાસ હજી ચાલુ છે.
પ્રગ્નેશ પટેલના જામીન નામંજુર:પ્રગ્નેશ પટેલે 9 લોકોની લાશ ઘટના સ્થળે પડી હતી અનેક ઘાયલો પડ્યા હતા. તેની કોઈ પરવા કરી નહોતી તેમ જણાવ્યું હતું. વળી કેસની તપાસ ચાલુ હોવાથી પ્રગ્નેશ પટેલને જામીન મળતા તે સામ, દામ, દંડ અને ભેદ વાપરીને સાહેદો તથા પુરાવા સાથે ચેડા કરી શકે છે. આથી બંને પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટે ચુકાદો આપતા પ્રગ્નેશ પટેલના જામીન નામંજુર કર્યા હતા.
- Isckon Bridge Accident: ઇસ્કોન બ્રિજ કેસમાં પ્રગ્નેશ પટેલના જામીન નામંજૂર, હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે
- Isckon Bridge Accident: આરોપી તથ્ય પટેલ હવે જમશે ઘરનું ભોજન, કોર્ટે આપી મંજૂરી