ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Prabhaas News: સાલાર બાદ પ્રભાન નવા લૂકમાં મારુથિ દસારીની હોરર કોમેડી ફિલ્મમાં જોવા મળશે - પોંગલ

સાલાર ફિલ્મથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યા બાદ પ્રભાસ એક હોરર કોમેડી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મના ડાયરેક્ટર મારુથિ દસારી છે. આજે ફિલ્મ નિર્માતા તરફથી ટીઝર પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આવતા મહિને પોંગલની આસપાસ ફિલ્મના શીર્ષક અને પ્રભાષના લૂકને જાહેર કરવામાં આવશે. Prabhaas Salaar Maruthi Dasari Up Coming Film

સાલાર બાદ પ્રભાન નવા લૂકમાં મારુથિ દસારીની હોરર કોમેડી ફિલ્મમાં જોવા મળશે
સાલાર બાદ પ્રભાન નવા લૂકમાં મારુથિ દસારીની હોરર કોમેડી ફિલ્મમાં જોવા મળશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 3:13 PM IST

હૈદરાબાદઃ સાલાર જેવી એક્શન પેક્ડ ફિલ્મથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યા બાદ પ્રભાસ દર્શકો માટે એક હળવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. હોરર કોમેડી ઝોનની આ ફિલ્મને મારુથિ દસારી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મના પ્રોડક્શન બેનર પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા પ્રભાસને દર્શાવતું એક ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આવતા મહિને પોંગલની આસપાસ ફિલ્મના શીર્ષક અને પ્રભાષના લૂકને જાહેર કરવામાં આવશે. આવતા મહિને 15થી 18 જાન્યુઆરી સુધી આ તહેવાર ઉજવાશે.

પ્રભાસના અભિનય અને મારુથિના ડાયરેક્શનથી સજ્જ એવી આ ફિલ્મે પ્રેક્ષકોમાં ઉત્સુકતા જગાવી છે. પીપલ મીડિયા ફેક્ટરીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે આવતા મહિને 15થી 18 જાન્યુઆરી દરમિયાન પોંગલની આસપાસ ફિલ્મના શીર્ષક અને પ્રભાષના લૂકને જાહેર કરવામાં આવશે. આ ફિલ્મના ટાઈટલ, કાસ્ટ, રિલીઝ ડેટ, ટ્રેલર લોન્ચ વગેરેને ગોપનીય રાખવામાં આવ્યા છે. જો કે ચર્ચા છે કે પ્રભાસની આ અપકમિંગ હોરર કોમેડી ફિલ્મનું નામ રાજા ડીલક્ષ હોઈ શકે છે.

આઈએમડીબી પેજ અનુસાર આ ફિલ્મમાં સંજય દત્ત, રિદ્ધિકુમાર, નિધિ અગ્રવાલ અને માલ્વિકા મોહાનન પણ અભિનયના અજવાળા પાથરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તામાં પ્રભાસનું પાત્ર એક ખજાનો શોધવા રાજા ડીલક્ષ થીયેટર નામક પ્રોપર્ટીમાં ઘુસપેઠ કરે છે. મારુથિની હોરર કોમેડી ફિલ્મ સિવાય પ્રભાસ એપિક સાયન્સ ફિક્શન ફિલ્મ કલ્કી 2898 એડીમાં પણ જોવા મળશે. જેને નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર નાગ અશ્વિન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત અમિતાભ બચ્ચન, કમલ હસન, દીપિકા પાદુકોણ અને દિશા પટણી મહત્વના રોલમાં જોવા મળશે.

આ દરમિયાન પ્રભાસની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ સાલારે બોક્ષ ઓફિસ પર તરખાટ મચાવી દીધો છે. એક અઠવાડિયા દરમિયાન આ ફિલ્મે 300 કરોડનો મેજિક ફિગર ક્રોસ કરી લીધો છે. ભારતની દરેક ભાષામાં અને વર્લ્ડ વાઈડ કલેકશનથી આ ફિલ્મે 500 કરોડનો બિઝનેસ કર્યો છે.

  1. સાલારનો 'The Final Punch' લોક, જાણો ક્યારે રિલીઝ થશે પ્રભાસની દમદાર ફિલ્મનું ધાંસુ ટ્રેલર
  2. Project K: પ્રભાસે 'પ્રોજેક્ટ કે'માં પોતાની ભૂમિકા વિશે ખુલાસો કર્યો, જાણો ફિલ્મનું નવું ટાઈટલ

ABOUT THE AUTHOR

...view details