ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં પાવર બેકઅપ નથી, પાવર પ્લાન્ટમાં માત્ર 1 દિવસનો કોલસો બચ્યો છેઃ સત્યેન્દ્ર જૈન - Power crisis in Delhi

દિલ્હી સરકારના ઉર્જાપ્રધાન સત્યેન્દ્ર જૈને (Power crisis in Delhi) કેન્દ્ર સરકારને કોલસાના સંકટ અંગે ચેતવણી આપી છે અને પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાની માંગણી (No power backup in Delhi) કરી છે. એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા સત્યેન્દ્ર જૈને કહ્યું કે આખા દેશમાં કોલસાની અછત છે. દિલ્હીમાં વીજળી સંકટની સંભાવના વચ્ચે પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે અમારી પાસે વીજળીનો કોઈ બેકઅપ નથી.

દિલ્હીમાં પાવર બેકઅપ નથી, પાવર પ્લાન્ટમાં માત્ર 1 દિવસનો કોલસો બચ્યો છેઃ સત્યેન્દ્ર જૈન
દિલ્હીમાં પાવર બેકઅપ નથી, પાવર પ્લાન્ટમાં માત્ર 1 દિવસનો કોલસો બચ્યો છેઃ સત્યેન્દ્ર જૈન

By

Published : Apr 30, 2022, 7:54 AM IST

નવી દિલ્હીઃદિલ્હી સરકારના ઉર્જાપ્રધાન સત્યેન્દ્ર જૈને કેન્દ્ર (Power crisis in Delhi) સરકારને કોલસા સંકટ અંગે ચેતવણી આપી છે અને પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાની માંગણી કરી છે. એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા સત્યેન્દ્ર જૈને (No power backup in Delhi) કહ્યું કે, આખા દેશમાં કોલસાની અછત છે. દિલ્હીમાં વીજળી સંકટની સંભાવના વચ્ચે પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે અમારી પાસે વીજળીનો કોઈ બેકઅપ નથી.

આ પણ વાંચો:લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુની નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કરવામાં આવી નિમણૂક

માત્ર 1 દિવસનો કોલસો બચ્યો: પાવર પ્લાન્ટમાં 21 દિવસનો ફાજલ કોલસો હોવો જોઈએ, પરંતુ તે હાજર નથી. દિલ્હીને નજીકના ઘણા પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે. જેમાં દાદરી પાવર પ્લાન્ટમાંથી સૌથી મોટા પાયે વીજળી મળે છે. આ તમામ પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા માટે પૂરતો કોલસો નથી. આ અંગે કેન્દ્ર સરકારને પત્ર પણ લખવામાં આવ્યો છે. પાવર પ્લાન્ટને સરળતાથી ચલાવવા માટે 21 દિવસનો કોલસો હોવો જોઈએ, પરંતુ હાલમાં પાવર પ્લાન્ટ્સમાં માત્ર 1 દિવસનો કોલસો બચ્યો છે.

આ પણ વાંચો:IPL 2022: લખનૌની કરારી જીત, પંજાબને 20 રને હરાવ્યું

કોલસાના સપ્લાયની માંગ:તેમણે દેશની ખાણોમાંથી વહેલી તકે કોલસાના સપ્લાયની માંગ કરી છે. આ સાથે રેલવેની ખામીઓ દર્શાવતા તેમણે કહ્યું કે રેક વધારવાને બદલે રેક ઓછા કરવામાં આવ્યા છે. જેના કારણે પાવર યુનિટોને કોલસો પણ સપ્લાય કરવામાં આવતો નથી.

ABOUT THE AUTHOR

...view details