- પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટે આપી રાહત
- બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી
- આ કેસની આગામી સુનાવણી 25 ઓગસ્ટે થશે
હૈદરાબાદઃ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે. જોકે, હવે આ આગોતરા જામીન અરજી પર 25 ઓગસ્ટે સુનાવણી થશે. ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી. તે દરમિયાન 11 અન્ય લોકો પર પણ પોલીસે તંજ કસ્યો હતો. સેશન્સ કોર્ટની તરફથી ધરપકડ પહેલા જામીન અરજી રદ થયા પછી તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો-Porn Film Case: રાજ કુન્દ્રાની કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ
એજન્સીએ આપી હતી જાણકારી
મુંબઈ સાઈબર પોલીસ તરફથી નોંધાયેલા મામલામાં બોમ્બે હાઈકોર્ટે કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે. ફરિયાદમાં તેની સામે વેબ સિરીઝના રૂપમાં ઓનલાઈન પ્લેટફોર્મસ પર અશ્લિલ વીડિયો અપલોડ કરવાનો આરોપ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તરફથી પોર્નોગ્રાફી કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે કુન્દ્રાને મુખ્ય ષડયંત્રકારી માન્યો છે.