ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂનાવાલાએ રસીકરણની નીતિમાં બદલાવને લઈને બાઈડન, જયશંકરનો માન્યો આભાર - Covid-19 રસીકરણ

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના CEO અદાર પૂનાવાલા (Adar Poonawalla)એ રસી ઉત્પાદનમાં વધારો કરવા નીતિ પરિવર્તન માટે બાઈડન, જયશંકરનો આભાર માન્યો છે.

Adar Poonawalla
Adar Poonawalla

By

Published : Jun 5, 2021, 8:52 AM IST

  • પૂનાવાલાએ રસીકરણની નીતિમાં બદલાવને લઈને બાઈડન, જયશંકરનો માન્યો આભાર
  • નીતિમાં પરિવર્તન થતાં ભારત અને અન્ય દેશોમાં કાચા માલનો પુરવઠો વધશે
  • નીતિમાં બદલાવથી ભારત અને દુનિયામાં Covid-19 રસીકરણને વેગ મળશે

નવી દિલ્હી: રસી બનાવનારી (Serum Institute of India)ના ચીફ એક્ઝિક્યુટિવ (CEO) અદાર પૂનાવાલા (Adar Poonawalla)એ શુક્રવારે નીતિમાં પરિવર્તન બદલ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન (American President Joe Biden) અને વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar)નો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: અમે ભારતના લોકોની કિંમતે ક્યારેય રસીની નિકાસ કરી નથી : પૂનાવાલા

પૂનાવાલાએ રસીકરણની નીતિમાં બદલાવને લઈને બાઈડન, જયશંકરનો માન્યો આભાર

તેઓએ કહ્યું કે, આ બદલાવથી ભારત અને દુનિયામાં Covid-19 રસીકરણમાં વેગ આવશે. અમેરિકામાં Covid-19 રસીઓની ઉપલબ્ધતાના વિશ્વાસને પગલે બાઈડન સરકારે Covid-19 માટે એસ્ટ્રાઝેન્કા, નોવાવૈક્સ અને સનોફી રસીના નિકાસ પર રક્ષા ઉત્પાદન અધિનિયમ હેઠળના નિયંત્રણને હટાવ્યા છે.

આ પણ વાંચો: અદાર પૂનાવાલાને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની માગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

પૂનાવાલાએ ટ્વિટ કર્યું

વ્હાઇટ હાઉસની Covid-19 'રિસ્પોન્સ ટીમ' ની લિંક અને આરોગ્ય અધિકારીઓ દ્વારા પ્રેસને અપાયેલા નિવેદનોને શેર કરતાં ટ્વિટર પર પૂનાવાલાએ લખ્યું કે, 'પોટસ (અમેરિકી પ્રમુખ) વ્હાઇટ હાઉસ, ડો.એસ જયશંકરે કરેલા પ્રયાસો તે માટે તેમનો આભાર. આશા છે કે, નીતિમાં પરિવર્તન થતાં ભારત અને અન્ય દેશોમાં કાચા માલનો પુરવઠો વધશે. રસી ઉત્પન્ન કરવાની ક્ષમતા વધશે અને મહામારી સામે આપણું અભિયાન મજબૂત બનશે.

ABOUT THE AUTHOR

...view details