- પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં ડીજી પોલીસે તપાસના આદેશ આપ્યા
- વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે પીડિતને ન્યાય આપવા કરી હતી માગ
- ટીકટોક સ્ટાર પૂજા ચવ્હાણે થોડા દિવસ પહેલા કરી હતી આત્મહત્યા
મહારાષ્ટ્રઃ પુણે શહેરમાં થોડા દિવસ પહેલા ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણે આત્મહત્યા કરી લીધી. પૂજા ચવ્હાણે બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. ત્યારે હવે આ મામલે પોલીસ ડાયરેક્ટર જનરલ હેમંત નગારેલે પૂજા ચવ્હાણ સઘન તપાસના આદેશ આપ્યા છે.
પૂજા ચવ્હાણે ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી
પોલીસ ડાયરેક્ટર જનરલ હેમંત નગારેલે પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસની સઘન તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, આ મામલાની સઘન તપાસ કરવામાં આવશે. પૂજા ચવ્હાણે પુનાના હડપસરમાં સોસાયટીના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પૂજાના પરિવારે ફરિયાદ નોંધાવી નથી. જોકે, વાણવાડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. વાણવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દિપક લગડ પોલીસ નાયબ પોલીસ કમિશનર નમ્રતા પાટિલના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ કરી રહ્યા છે.