નવી દિલ્હી : બુધવાર સવારે રાજધાની દિલ્હીના પદૂષણ સ્તરમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10 વાગ્યે દિલ્હીનું એર ક્વાલિટી ઇન્ડેકસ 308 નોંધાયું હતું. જે છેલ્લા દિવસો કરતાં ધણું ઓછું છે. આ સાથે દિલ્હીના સર્વોધિક પદૂષિત વિસ્તારમાં એક આનંદ વિહારનું અને વજીરપુરનું એર ક્વાલિટી ઇન્ડેક્સ 365 અને 357 નોંધાયું હતું.
દિલ્હીનું પ્રદૂષણ સ્તરમાં મોટો ઘટાડો જોવા મળ્યો, 308 નોંધાયું એર ક્વાલિટી ઇન્ડેકસ - new delhi: delhi pollution updates
દિલ્હી એનસીઆરમાં બુધવાર સવારે રાજધાની દિલ્હીના પદૂષણ સ્તરમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીનું એર ક્વાલિટી ઇન્ડેકસ 308 નોંધાયું હતું
એર ક્વાલિટી ઇન્ડેકસ
હવાની ગતિથી પડ્યો ફર્ક
પદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનું માનવું છે કે, રાજધાની દિલ્હીમાં આ દિવસોમાં હવાની ગતિ સામાન્યથી તેજ છે. જેના કારણે પદૂષણ સ્તરમાં ઘટાડો જોવા મળે છે. આ સાથે રાજધાની દિલ્હીમાં ઘુમાડાની માત્રામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે પદૂષણના ગ્રાફમાં ઘટાડો જાવો મળી રહ્યો છે.
- ક્ષેત્રવાર પદૂષણનું સ્તર
શાદીપુર | 199 |
ડીટીયુ | 330 |
આઇટીઓ | 363 |
સીરીફોર્ટ | 320 |
આરકે પુરમ | 348 |
આયા નગર | 218 |
લોધી રોડ | 259 |
નોર્થ કેમ્પસ | 191 |
મથુરા રોડ | 283 |
એરપોર્ટ | 160 |
નજફગઢ | 280 |
વિવેક વિહાર | 371 |
રોહિણી | 322 |