ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં સર્જાઈ રાજકીય ઉથલપાથલ, CM ત્રિવેન્દ્રસિંહે દિલ્હીમાં ભાજપના નેતાઓને મળ્યા - જે. પી. નડ્ડા

ઉત્તરાખંડમાં રાજકીય ઉથલપાથલ અંગે સંસદ ભવનમાં સોમવારે એક બેઠક યોજાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંગઠનના મહાસચિવ બી. એલ. સંતોષે કેન્દ્રિય ગૃહપ્રધાન સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ બેઠક ઉત્તરાખંડની રાજકીય ઉથલપાથલ અંગે યોજવામાં આવી હતી. જોકે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હીમાં ઘણા ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ઉત્તરાખંડમાં સર્જાઈ રાજકીય ઉથલપાથલ, CM ત્રિવેન્દ્રસિંહે દિલ્હીમાં ભાજપના નેતાઓને મળ્યા
ઉત્તરાખંડમાં સર્જાઈ રાજકીય ઉથલપાથલ, CM ત્રિવેન્દ્રસિંહે દિલ્હીમાં ભાજપના નેતાઓને મળ્યા

By

Published : Mar 9, 2021, 9:19 AM IST

  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બદલાય તેવી સંભાવના
  • સંસદ ભવનમાં ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક
  • પાર્ટીમાં તમામ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ લેશેઃ ભાજપ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં અત્યારે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે ત્યારે આ અંગે દિલ્હીના સંસદ ભવનમાં ભાજપ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ઉત્તરાખંડના મુખ્યપ્રધાને રાજ્યસભા સાંસદ અનિલ બલુનીના ઘરે જઈ તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ જે. પી. નડ્ડાને મળ્યા હતા. જ્યારે દહેરાદૂનમાં મંગળવારે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હોવાની ચર્ચા છે, પરંતુ ઉત્તરાખંડના ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે આ બેઠકની વાતને રદીયો આપ્યો છે.

આ પણ વાંચોઃચમોલી દુર્ઘટનાઃ 5 દિવસ બાદ ટનલમાંથી આવ્યો ફોન, હેલો કહ્યાં બાદ...

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તરીકે નવા ચહેરાને તક મળવાની સંભાવના

ઉત્તરાખંડના ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આવી કોઈ બેઠક યોજાઈ નથી. તેમણે કહ્યું કે, ત્રિવેન્દ્રસિંહ મજબૂત મુખ્યપ્રધાન છે. પાર્ટીમાં કોઈ પણ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ લેવાશે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બદલવાની વાત ચાલી રહી છે અને હવે આ સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવે તેવી ચર્ચા છે.

આ પણ વાંચોઃહરિદ્વારમાં યોજાનારા મહાકુંભ અંગે ઉત્તરાખંડ સરકારે SOP જાહેર કરી

ABOUT THE AUTHOR

...view details