મુંબઇ : શનિવારે રાત્રે મુંબઇ પોલીસને રેમડીસીવરને દમણની એક ફાર્માસ્યુટીકલ કંપની ‘બ્રુક ફાર્મા પ્રાઇવેટ લીમીટેડ’ને આપી હોવાના અહેવાલ મળ્યા હતા. પોલીસનો આક્ષેપ છે કે આ ફાર્માસ્યુટીકલ કંપનીના માલીક રાજેશ દોકનિયા આ દવાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતા 60,000 કન્ટેનર દવાના નિકાસનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ સંદર્ભમાં વીલે પાર્લે પોલીસે રાજેશની 45 મીનિટ સુધી પુછપરછ કરી હતી. મહારાષ્ટ્રમાં રેમડીસીવીઅરના કન્ટેઇનરના સપ્લાઇ અંગે ભાજપ આ કંપની સાથે સંપર્કમા હતુ.
બાદમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવિણ દારેકર, ધારાસભ્ય પરાગ અલવાની અને એમએલસી પ્રસાદ લાડ બાંદ્રા કુર્લા સંકુલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ડોકણીયાની પૂછપરછ અંગે પોલીસ અધિકારી સાથે દલીલ કરી હતી.
કોવીડ-19 સામેની લડતમાં કી એન્ટી-વાયરલ ડ્રગ એવી રેમડીસીવરનું વિતરણ સરકારી મશીનરી દ્વારા થવાનું માનવામાં આવે છે. એક તરફ ઘણા રાજ્યો તેની અછત અંગે ફરીયાદ કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા દાન આપવા માટે દવાની હજારો શીશીઓ ખરીદતા તે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસો પહેલા ગુજરાતના બીજેપી યુનીટ દ્વારા મફતમાં આ દવાનું વિતરણ કરવામાં આવ્યુ છે. થોડા દિવસો અગાઉ નોંધાયેલી અન્ય એક ઘટનામાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સન ફાર્મા પાસેથી નાગપુર શહેર માટે 10,000 રેમડીસીવરની ખરીદી કરી હતી.
ભારત સ્થીત બ્રુક ફાર્મા પ્રાઇવેટ લીમીટેડ રેમડીસીવરનો મોટો નિકાસકાર છે. ભારતમાં કોવીડ 19ના બીજા વેવ પછી આ દવાની માંગ વધુ છે.
મીડિયા સાથે વાત કરતા ફડનવીસે મહારાષ્ટ્રની મહાવિકાસ અગાડી સરકારને વખોળતા તેને ‘શરમજનક કૃત્ય’ ગણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે, “એક તરફ જ્યાં આપડે કોવીડ સામે લડી રહ્યા છીએ અને મહામારીને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સરકાર આવી શરમજનક બાબતોમાં વ્યસ્ત છે. તેમણે બ્રુક ફાર્મા કંપનીના માલીકની અટકાયત કરી છે. કંપનીએ મહારાષ્ટ્ર સરકાર અને દમણના વહીવટીતંત્ર પાસેથી તમામ પરવાનગી લીધી હતી. આ ઉપરાંત યુનીયન કેમીકલ અને ફર્ટીલાઇઝર મીનીસ્ટર મનસુખ માંડવીયાએ આ કંપનીને મહત્તમ દવાની શીશીઓ મહારાષ્ટ્રને આપવાનું કહ્યુ હતુ. પરંતુ રાજ્યસરકાર રાજકીય કાવાદાવામાં વ્યસ્ત છે.”