ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પરિણામ 2 મેના દિવસે આવશે. આ પહેલા ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓના વિજય સરઘસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પરિણામની જાહેરાત પછી કોઈ પણ રાજકીય પાર્ટીઓ વિજય સરઘસ નહીં કાઢી શકે. આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે ભારતમાં કોરોનાની સ્થિતિ માટે ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યું હતું.

રાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
રાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

By

Published : Apr 27, 2021, 12:07 PM IST

Updated : Apr 27, 2021, 4:17 PM IST

  • જીતો ભલે પણ વિજય સરઘસ નહીં કાઢી શકોઃ ચૂંટણી પંચ
  • 2 મેએ 4 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનું પરિણામ આવશે
  • મદ્રાસ હાઈકોર્ટે પણ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યું હતું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે મદ્રાસ હાઈકોર્ટે સોમવારે ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટ તરફથી વઢ ખાધા બાદ હવે ચૂંટણી પંચે આગામી 2 મેના દિવસે ચૂંટણી પરિણામ બાદ રાજકીય પાર્ટીઓના વિજય સરઘસ પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ પણ વાંચોઃમમતા બેનર્જીનું અંતિમ હાસ્ય ભવાનીપુરમાંથી હશે?

કોરોનાના કપરા કાળમાં પણ ચૂંટણી પંચે ચૂંટણી રેલીઓને પરવાનગી આપી

આ પહેલા સામવારે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યું છે. કારણ કે, ચૂંટણી પંચે કોરોનાના સંકટ કાળમાં પણ ચૂંટણી રેલીઓને પરવાનગી આપી. એક પણ ચૂંટણી રેલીને રોકી નહીં

મદ્રાસ હાઈકોર્ટે પણ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યું હતું

આ પણ વાંચોઃબંગાળની જનતા પરિવર્તન ઇચ્છે છેઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત

ચૂંટણી પંચ પર મર્ડર ચાર્જ લગાવવામાં આવે તો ખોટું નહીંઃ મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ. બેનરજીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી પંચ જ કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે. કોર્ટે કહ્યું હતું કે, જો ચૂંટણી પંચના અધિકારીઓ પર મર્ડર ચાર્જ લગાવવામાં આવે તો તે ખોટું નથી.

પ્રોટોકોલ્સના પાલન સાથે મજબૂત પ્લાન રજૂ નહીં કરાય તો મતગણતરી રદ કરાશેઃ મદ્રાસ હાઈકોર્ટ

આ સાથે જ ચૂંટણી પંચે 2 મેએ થનારી મતગણતરીને રદ કરવાની પણ ચેતવણી આપી હતી. ચીફ જસ્ટિસને કહ્યું હતું કે, જો તમામ પ્રકારના પ્રોટોકોલ્સના પાલન અંગે મજબૂત પ્લાન રજૂ કરવામાં નહીં આવે તો 2 મેએ થનારી મતગણતરી રદ કરાશે.

Last Updated : Apr 27, 2021, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details