- કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ
- વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ લીધી રસી
- આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે વેક્સિન
ન્યુઝ ડેસ્કઃ કોરોનો વેક્સિનેશનના નવા તબક્કાની આજે સોમવારથી શરૂઆત થઈ છે. ત્યારે આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય રોગોથી પીડિત, 45 વર્ષ કે તેથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ, બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર સહિતનાઓએ વેક્સિન લીધી હતી.
વડાપ્રધાને દિલ્લીની AIIMS હોસ્પિટલમાં લીધી રસી
દિલ્લીની AIIMS હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે વહેલી સવારે કોવેક્સિન લીધી હતી. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમેણે જણાવ્યું હતું કે, તબીબો અને વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની સામે વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે કામ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી ચેન્નઈમાં ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ વેક્સિન લીધી
ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ વેક્સિન લીધી હતી. ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ચેન્નઈની સરકારી મેડિકલ કોલેજમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે, હવે 28 દિવસ બાદ બીજો ડોઝ લગાવશે. તેમજ તેમણે તમામ લોકોને રસી લેવા માટે અપિલ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ વેક્સિન લીધી પટનાની IGIMS હોસ્પિટલમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વેક્સિન લીધી
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સોમવારે પટનાની IGIMS હોસ્પિટલમાં કોરોનાને રસી લીધી હતી. મુખ્યપ્રધાન નીતીશ કુમારનો આજે જન્મદિવસ છે, ત્યારે આ પ્રસંગે તેમણે કહ્યું કે, બિહારના તમામ લોકોને કોરોના રસી નિઃશુલ્ક આપવામાં આવશે. નીતીશ કુમારની સાથે બન્ને ઉપમુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ વેક્સિન લીધી હતી.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વેક્સિન લીધી મુંબઈમાં NCPના પ્રમુખ શરદ પવારે લીધી કોરોના વેક્સિન
મુંબઈના જેજે હોસ્પિટલમાં NCP પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન શરદ પવારે કોરોના વેક્સિન લીધી હતી. તેઓએ વેક્સિન લગાવ્યા બાદ ટ્વિટ કરીને જણાવ્યું કે, મે આજે જે જે હોસ્પિટલમાં કોવિડ 19ની વેક્સિન લીધી છે. રસીકરણ ડ્રાઈવને મજબૂત બનાવવા માટે હું તે બધાને કોરોના વાઈરસ સામેની લડાઈમાં શામિલ થવાની અપિલ કરૂ છું કે જેઓ વેક્સિન માટે યોગ્ય છે.
ઓડિશાના મુખ્યપ્રધાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે આજે સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
ઓડિશાના મુખ્યપ્રધાન નવિન પટનાયક કેન્દ્રિય પ્રધાન ડૉ જિતેન્દ્ર સિંહે વેક્સિન લીધી
કેન્દ્રિય પ્રધાન ડૉ જિતેન્દ્ર સિંહે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
કેન્દ્રિય પ્રધાન ડૉ જિતેન્દ્ર સિંહ અંજલી રૂપાણીએ વેક્સિન લીધી
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પત્ની અંજલી રૂપાણીએ પણ આજે સોમવારે કોરોના વેક્સિન લીધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્નીને જ્યારે કોરોના રસી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસની મહામારીના કારણે અનેક લોકો આર્થિક અને અનેક તકલીફોથી પીડાયા છે, ત્યારે દેશમાં કોરોના વાઇરસની રસી જ્યારે આવી ગઈ હોય ત્યારે તે લેવી ખૂબ જરૂરી છે, કારણ કે કોરોના સામે લડવું હશે તો કોરોનાની રસી ખૂબ જરૂરી છે અને અફવાઓથી દુર રહીને કોરોના રસી મૂકાવવા માટે તમામ લોકોને હું આગ્રહપૂર્વક અપીલ કરી રહી છું. કોરોના વાઈરસની આ જંગમાં ખભેથી ખભો મિલાવીને લડવું ખૂબ જરૂરી છે.