અમદાવાદ: મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતોપુલ સાંજે અચાનક તૂટી પડતા જ 400થી વધુ લોકો નદીમાં પડ્યા હતા જેના કારણે અનેક લોકોના મોત થયા છે પરંતુ હજુ સુધી ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. આ પૂલ તૂટવાની ઘટનાની સાથે જ રાજકીય નેતાઓ દ્વારા પણ ટ્વિટ કરીને સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ પૂરતી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્યગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ ઘટનામાં મુલાકાત લીધી હતી. (Morbi Tragedy Political Leaders gave reaction)
રાજ્યગૃહપ્રધાન હર્ષ સંઘવી કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આજે ઘટના બની છે એ ખૂબ જ દુઃખ જ છે લોકો આ મુસીબતમાંથી જલ્દી બહાર આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આ સાથે જ અનેક પુલ તૂટતા સવાલ પણ ઊભા થાય છે કે વર્ષો જૂનો પુલ જે જે તૂટી પડ્યો છે એ ઘણા વર્ષોથી બંધ હતો આ પુલને સમારકામ કરવાનું જવાબદારી કોની છે ? જ્યારે સમારકામ કરવામાં આવ્યું ત્યારે બાંધકામ વિભાગના તજજ્ઞો લોકોનો અભિપ્રાય લીધો હતો કે નહીં.
કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સેકડો લોકોના જાનહાની:આ દુર્ઘટનાને કારણે સેકડો લોકોના જાનહાની થવાની આશંકા દેખાઈ રહી છે ત્યારે આનો જવાબ ભાજપ એ આપવો પડશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલના જે દુર્ઘટના સામે આવી છે તે આપણા માટે ચિંતાનો વિષય છે. જે રીતના ભૂલ તૂટી પડ્યો છે એ દેખાવે છે કે ભાજપના વિકાસના મોડલ છે તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ના મોડલ છે. આના માટે કોણ જવાબદાર છે અને તંત્ર એ કેમ હજુ સુધી કોઈ તપાસ નથી કરી? આના માટે કેમ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં નથી આવી.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને મદદ કરવાની સૂચના: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ તૂટવો એ ખૂબ જ ગંભીર બાબત છે જે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે તે ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું અનેક માનવતા રાખીને તમામ લોકોએ મદદ માટે પહોંચવું જોઈએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ મદદ માટે પહોંચવાની સૂચના આપી દેવામાં આવી છે.