વોર્સો (પોલેન્ડ):પોલેન્ડના વિદેશપ્રધાન (Polish Foreign Minister visit India)ઝબિગ્ન્યુ રાઉ 25-27 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાત લેશે, પોલેન્ડના વિદેશ મંત્રાલયે (Polish Foreign Ministry)એક નિવેદનમાં જાહેરાત કરી છે. નવ વર્ષમાં પોલેન્ડના વિદેશપ્રધાન (Polish Foreign Minister Zbigniew Rau)ની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. તે પોલેન્ડના ઓર્ગેનાઈઝેશન ફોર સિક્યુરિટી એન્ડ કો-ઓપરેશન ઇન યુરોપ (OSCE) ના અધ્યક્ષપદ દરમિયાન આવે છે, જેનો મુખ્ય હેતુ એપ્રિલ 25-26 ના રોજ રાયસિના ડાયલોગ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવાનો હતો.
આ પણ વાંચો:Pm modi J&K visit: પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા PM મોદી આજે J-Kની મુલાકાત લેશે