- AAP કાર્યકર્તાઓએ પંજાબના મુખ્યપ્રધાનના ફાર્મ હાઉસનો ઘેરાવ કર્યો
- AAP કાર્યકર્તાઓ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો
- પંજાબના મુખ્યપ્રધાને કરકસરપૂર્વક વીજ વપરાશ કરવા માટે અપીલ કરી
ચંદીગઢ : પંજાબમાં વીજળી સંકટને કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહના સિસવા ફર્મ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આપ કાર્યકર્તાઓને હટાવવા માટે પોલીસ દ્વારા અગ્નિશામક દળની ગાડીનો ઉપયોગ કરીને AAP કાર્યકર્તાઓ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે.
AAP કાર્યકર્તાઓએ પંજાબના મુખ્યપ્રધાનના ઘરનો ઘેરાવ કર્યો
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મ હાઉસનો ઘેરાવ કર્યો હતો. કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસે બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું. આ બેરીકેટ્સ આપ કાર્યકર્તાઓએ તોડી નાખ્યા હતા. જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ પહેલા પંજાબમાં વીજકાપના વિવિદ વચ્ચે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ શિરોમણી અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનવાળી સરકાર દ્વારા કરવામાં આવેલા વીજળી ખરીદ વાટાઘાટો (PPA)ને રદ્દ કરવા માટે નવો કાયદો લાવવા માટે આગ્રહ કર્યો હતો.
રાજ્યમાં 14,500 મેગાવોટ વીજની જરૂરિયાત
મુખ્યપ્રધાન અમરિંદર સિંહ પર પરોક્ષ રીતે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, જો રાજ્ય સાચી દિશામાં કામ કરી રહ્યું છે તો, પંજાબમાં વીજકાપ કે કાર્યાલયના સમયને વિનિયમિત કરવા માટેની કોઇ આવશ્યકતા રહેતી નથી. વીજળી મુદ્દે શ્રેણીબદ્ધ ટ્વીટ કરતા પૂર્વ પ્રધાને જણાવ્યું હતું કે, PPA રાજ્યની જનતાના હિત માટે નથી અને તેને રદ્દ કરવામાં આવવો જોઇએ. પંજાબની રાજ્ય સરકારે ગુરૂવારના રોજ ઓફિસ સમયે શુક્રવારથી વધુ વીજ વપરાશ કરતા ઉદ્યોગોને વીજળી આપી શકાય તે માટે આ વીજકાપ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં 14,500 મેગાવોટ વીજની જરૂરિયાત છે, જે કારણે પંજાબના મુખ્યપ્રધાને જરૂરિયાત પૂરતો અને કરકસરપૂર્વક વીજ વપરાશ કરવા માટે અપીલ કરી હતી.