ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનથી આવેલી ગીતાને પોલીસ મહારાષ્ટ્રના ગામ લઇને પહોંચી - કડી પોલીસ

પાકિસ્તાનથી આવેલી ગીતાને ઘરે લાવવા માટે પોલીસ શક્ય હોય તેટલા પ્રયાસ કરી રહી છે. પોલીસ નકશા દ્વારા અને ગીતાને જે વસ્તુઓ યાદ છે તેના દ્વારા તેને દેશના જુદા જુદા ભાગોમાં લઈ જવામાં આવી રહી છે. જેથી ગીતા તેના ઘરે પહોંચી શકે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર

By

Published : Dec 14, 2020, 9:40 PM IST

Updated : Dec 14, 2020, 10:43 PM IST

મધ્યપ્રદેશ : પાકિસ્તાનથી આવેલી ગીતાને ઘર પહોંચાડવા માટે પોલીસ અનેક પ્રયાસ કરી રહી છે. ત્યારે છેલ્લાં ઘણાં દિવસથી ગીતાએ દેશના વિવિધ ભાગોના નક્શાને જોયા પછી તેણે પોતાના ગામ વિશેની જાણકારી પોલીસ અને સંસ્થાના સંચાલકને આપી હતી. જ્યારે જીઆરપી પોલીસ અને સંસ્થાના સંચાલક તે જગ્યા પર ગયા હતા. તે દરમિયાન ગીતા પણ તેમની સાથે ગઇ હતી.

ગીતાને મહારાષ્ટ્રના લાતૂર લઇ આવવામાં આવી

ગીતાને ઘર પહોંચાડવા માટે પોલીસે તેને અલગ અલગ જગ્યાઓના નક્શા બતાવ્યા હતા. જેમાંથી અમુક નક્શાને ગીતાએ ઓળખ્યા હતા. જેને લઇને પોલીસે અન્ય લોકોના માધ્યમથી તેમના ઘર પહોંચવાની કોશિષ કરી હતી. જેમાં ગીતાને મહારાષ્ટ્રના લાતૂર લઇ આવવામાં આવી હતી. ત્યાં પોલીસે તે જગ્યાઓ ફરી હતી, જે ગીતાએ બતાવી હતી.

લાતૂર પહોંચી પોલીસ

ગીતાને સાઉથના અન્ય સ્થાનો પર પણ લઇ જવામાં આવી

ગીતાએ કહ્યું હતું કે, તેના ગામમાં ચોખાની ખેતી થાય છે. તેના ઘર પાસે એક નાનું રેલવે સ્ટેશન છે. તે જાણકારીના આધારે ગીતાને લાતૂર લઇ આવવામાં આવી હતી. ત્યાં પહોંચીને ગીતાએ બીજી જગ્યાઓ પણ કહી હતી. જેને લઇને ગીતાને સાઉથના અન્ય સ્થાનો પર લઇ જવામાં આવી હતી.

મહારાષ્ટ્ર પોલીસ સાથે ગીતા

લાતૂર સહિત અનેક જગ્યાઓની લીધી મુલાકાત

તાજેતરમાં ગીતાએ સાઉથના કેટલાક ગામોની લોકેશન પોલીસને જણાવી હતી. તેમજ આશંકા વ્યકત કરી હતી કે, આ કદાચ મારૂ ગામ હશે. આ કડીમાં પોલીસ દ્વારા તેને મહારાષ્ટ્રના લાતૂર લઇ જવામાં આવી હતી. ત્યારબાદ સાઉથના અન્ય ગામમાં પણ લઇ જવામાં આવી હતી. અત્યારે પોલીસ ગીતાને ઘર પહોંચાડવા માટે પ્રયાસ કરી રહી છે. જે પણ માહિતી તે પૂરી પાડે છે.

Last Updated : Dec 14, 2020, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details