ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Manipur Rahul Gandhi : મણિપુરમાં રાહુલ ગાંધીના કાફલાને પોલીસે અટકાવ્યો, હવે હેલિકોપ્ટરથી જશે ચુરાચંદપુર - Rahul Gandhi convoy stopped in Manipur

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલાને મણિપુર પોલીસે ગુરુવારે ઇમ્ફાલથી આશરે 20 કિલોમીટર દૂર વિષ્ણુપુરમાં અટકાવ્યો હતો. પોલીસે કહ્યું કે પરિસ્થિતિ યોગ્ય નથી, ઇમ્ફાલ પર પાછા ફરો.

Rahul Gandhi In Manipur
Rahul Gandhi In Manipur

By

Published : Jun 29, 2023, 3:06 PM IST

Updated : Jun 29, 2023, 4:02 PM IST

મણિપુર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત પ્રદેશમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત શિબિરોની મુલાકાત લેવા માટે ચુરાચંદપુર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગમાં સંભવિત હિંસાની શક્યતાને કારણે પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે રસ્તામાં હિંસા થઈ શકે છે, તેથી કાફલાને અટકાવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીના કાફલાને અટકાવાયો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા. ઈમ્ફાલ પહોંચ્યા બાદ તેઓ રાહત શિબિરોની મુલાકાત લેવા માટે ચુરાચંદપુર જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેના કાફલાને રસ્તામાં અટકાવી દીધો હતો. મળતી માહિતી મુજબ રાહુલના કાફલાને ઇમ્ફાલ પહેલા લગભગ 20 કિમી દૂર વિષ્ણુપુરમાં અટકાવવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટનાઓને જોતા પોલીસ તેમને રોક્યા. લાંબા સમય સુધી પરવાનગી ન મળતા રાહુલ ગાંધી ઇમ્ફાલ પરત ફર્યા હતા.

રસ્તામાં હિંસા થવાની આશંકા: પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રસ્તામાં હિંસા થવાની આશંકાને કારણે કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. વિષ્ણુપુર જિલ્લાના ઉટલુ ગામ પાસે હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા અને કાફલા પર કેટલાક પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. તેથી, સાવચેતીના પગલા તરીકે અમે કાફલાને વિષ્ણુપુરમાં રોકવા માટે વિનંતી કરી છે.

કોંગ્રેસના કાર્યકરોનો હંગામો: જો કે કાફલાને અટકાવવામાં આવતાં રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ સ્થળ પર હંગામો મચાવ્યો હતો. સામે આવેલી માહિતી મુજબ કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા કડક કાર્યવાહી કરવી પડી હતી. પોલીસે કાર્યકરોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

કોંગ્રેસના ગંભીર આક્ષેપો: આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે રાહુલ ગાંધીના કાફલાને પોલીસે વિષ્ણુપુર પાસે રોકી દીધો છે. પોલીસનું કહેવું છે કે તેઓ અમને પરવાનગી આપી શકે તેવી સ્થિતિમાં નથી. રાહુલ ગાંધીને વધાવવા માટે લોકો રસ્તાની બંને બાજુ ઉભા છે. અમે સમજી શકતા નથી કે તેઓએ અમને કેમ રોક્યા? તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની આ મુલાકાત પીડિત લોકોને મળવા માટે છે. અમે લગભગ 20-25 કિમી સુધી મુસાફરી કરી, પરંતુ ક્યાંય રસ્તા પર નાકાબંધી નહોતી. રાહુલ ગાંધી કારની અંદર બેઠા છે. મને ખબર નથી કે સ્થાનિક પોલીસને કોણે સૂચના આપી હતી. તે જ સમયે, કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું હતું કે વડાપ્રધાન મૌન રહેવાનું પસંદ કરી શકે છે, પરંતુ મણિપુરી સમાજના તમામ વર્ગોને સાંભળવા અને મદદ કરવાના રાહુલ ગાંધીના પ્રયાસો કેમ બંધ કરવામાં આવી રહ્યા છે?

  1. TS Singhdeo Deputy CM of Chhattisgarh: TS સિંહદેવને છત્તીસગઢના ડેપ્યુટી CM બનાવ્યા, કોંગ્રેસે કરી જાહેરાત
  2. FIR Against Amit Malviya : રાહુલ ગાંધી વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ અમિત માલવિયા વિરુદ્ધ FIR નોંધાઇ
Last Updated : Jun 29, 2023, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details