ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નશા કા ધંધાઃ પોલીસે 3.30 કરોડ રૂપિયાનો ગાંજો કર્યો જપ્ત - ગુવાહાટી

આસામ પોલીસે ત્રિપુરા બોર્ડર પર 3.30 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો છે. પોલીસ NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને તેના સાગરીતોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસે 3.30 કરોડ રૂપિયાનો ગાંજો કર્યો જપ્ત
પોલીસે 3.30 કરોડ રૂપિયાનો ગાંજો કર્યો જપ્ત

By

Published : Oct 19, 2022, 9:44 AM IST

ગુવાહાટી(આસામ): ત્રિપુરા બોર્ડર પર આસામ પોલીસે 3.30 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે 3243 કિલો ગાંજા જપ્ત કર્યો છે. હાલ આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને તેના સાગરીતોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ગાંજાનો જંગી જથ્થો:બાતમી મળતાં, આસામ પોલીસે એક શંકાસ્પદ ટ્રકની તલાશી લીધી હતી. આ દરમિયાન ટ્રકમાંથી ગાંજાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી છે. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

NDPS એક્ટ હેઠળ કેસ:ચુરાઈબારી પોલીસ અધીકારી નિરંજન દાસે જણાવ્યું હતું કે,"ટ્રક ત્રિપુરા બાજુથી આવી રહી હતી. ચેકિંગ દરમિયાન અમારી ટીમે ટ્રકમાંથી 3,243 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. અમે ટ્રક ચાલકની ધરપકડ કરી છે જેની ઓળખ માણિક સિંઘ તરીકે થાય છે. અમે NDPS એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે"

ભૂતપૂર્વ પાઈલટ સામેલ:અગાઉ, 7મી ઑક્ટોબરે મુંબઈ અને જામનગરમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં એર ઈન્ડિયાનો ભૂતપૂર્વ પાઈલટ સામેલ હતો. તપાસમાં ગેંગના મુંબઈ અને હેરોઈનના વેપાર સાથેના વ્યાપક જોડાણનો પર્દાફાશ થયો હતો. NCB ટીમે વધારાના દરોડા પાડ્યા હતા અને SB પાથ, ફોર્ટ, મુંબઈ ખાતેના ગોડાઉનમાં આશરે 50 કિલો એમડી મળી આવ્યું હતું. વધુ પૂછપરછ બાદ, એમઆઈ અલી, એક એમએફ ચિસ્ટી અને અન્ય શંકાસ્પદ લોકોની પણ મુંબઈમાં અટકાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details