ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંકિતા મર્ડર કેસ: જીવ લેનારા 3 આરોપીઓની તસવીર જાહેર થઈ ગઈ, પૂછપરછ શરૂ - અંકિતા ભંડારી હત્યા કેસ

અંકિતા ભંડારી હત્યાના (Ankita Bhandari murder case) કેસમાં, જેલમાં ગયા પછી પોલીસે અંકિતાના આરોપીઓની પહેલી તસવીર (Ankita Bhandari latest News) જાહેર કરી છે. અંકિતા ભંડારી હત્યા કેસમાં, ધરપકડ કરાયેલા (main accused Pulkit Arya) પુલકિત આર્ય, અંકિત અને સૌરભ ભાસ્કરના ફોટા પોલીસે (Photos of Ankita's three killers) જાહેર કર્યા છે. આ તસ્વીરોમાં આરોપીના ચહેરા પર કોઈ અફસોસ જેવું લાગતું નથી.

Etv Bharatઅંકિતા ભંડારી હત્યા કેસ:અંકિતાના ત્રણેય હત્યારાઓની તસ્વીરો સામે આવી
Etv Bharatઅંકિતા ભંડારી હત્યા કેસ:અંકિતાના ત્રણેય હત્યારાઓની તસ્વીરો સામે આવી

By

Published : Sep 27, 2022, 9:44 PM IST

દેહરાદૂનઃઅંકિતા ભંડારી હત્યા (Ankita Bhandari murder case) કેસમાં, કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ બાદ, 24 કલાકમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીના (CM Pushkar Singh Dhami) નિર્દેશ પર, SITની રચના કરવામાં આવી હતી. તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પુરાવા એકત્ર કરવાની સાથે SIT રિસોર્ટના સ્ટાફની પણ પૂછપરછ કરી રહી છે.

પહેલીવાર તસવીર જાહેરઃ જેલમાં ગયા બાદ પોલીસે અંકિતાની (Photos of Ankita's three killers) રાક્ષસોની પહેલી તસવીર જાહેર કરી છે. આ તસવીરોમાં આરોપીના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો નથી. આ કેસમાં મુખ્ય આરોપી (main accused Pulkit Arya) પુલકિત આર્ય છે, જે ભાજપનાસસ્પેન્ડેડ નેતા વિનોદ આર્યનો પુત્ર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તેઓ અંકિતા ભંડારીને એકાંત સ્થળે લઈ ગયા હતા. તેણીને દારૂ પીવડાવ્યો હતો અને પછી દારૂના નશામાં તેણીને માર માર્યા બાદ કેનાલમાં ફેંકી દીધી હતી.

આરોપીએ નોધાવી ફરીયાદ:ઉત્તરાખંડ પૌડી જિલ્લાના નંદલસુ પટ્ટીના શ્રીકોટની રહેવાસી, અંકિતા ભંડારી ઋષિકેશના બેરેજ ચિલા માર્ગ પર ગંગાપુર ભોગપુર સ્થિત વનતંત્ર રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. અંકિતા તારીખ 28 ઓગસ્ટથી આ રિસોર્ટમાં કામ કરતી હતી. જે તારીખ 18 સપ્ટેમ્બરના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જે બાદ રિસોર્ટના માલિક, પુલકિત આર્યએ રેવન્યુ પોલીસ ચોકીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તારીખ 22સપ્ટેમ્બર સુધી અંકિતા વિશે કંઈ જ ખબર ન હતી. આ પછી મામલો લક્ષ્મણઝુલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ત્રણેયની કસ્ટડીમાં પૂછપરછ:રિસોર્ટમા પોલીસે તપાસ કરી, ત્યારે રિસોર્ટના (Vanantra Resort Rishikesh) સંચાલક અને તેના સંચાલકોની ભૂમિકા પ્રકાશમાં આવી. રિસોર્ટના કર્મચારીઓ (Ankita Bhandari Case Investigation) પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તારીખ 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ 8 વાગ્યે , અંકિતા રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર અંકિત અને ભાસ્કર સાથે રિસોર્ટ છોડી ગયા હતા, પરંતુ જ્યારે તે પાછો ફર્યો, ત્યારે અંકિતા તેની સાથે ન હતી. જેના આધારે પોલીસે ત્રણેયની કસ્ટડીમાં પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details