ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Agra police raid spa center: આગ્રામાં સ્પા સેન્ટરમાં પોલીસે દરોડા પાડ્યા, 10 લોકોની કરી ધરપકડ - Agra police raid spa center

આગ્રામાં છેલ્લા તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધણા સમયથી વેશ્યાવૃત્તિનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો. વેશ્યાવૃત્તિના ધંધાની આડમાં કેટલાય ગૂનાઓ કરવામાં આવી રહ્યા હતા. પોલીસને બાતમી (Agra police raid spa center) મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમા ટોટલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Agra police raid spa center: આગ્રામાં સ્પા સેન્ટરમાં પોલીસે દરોડા પાડ્યા, 10 લોકોની કરી ધરપકડ
Agra police raid spa center: આગ્રામાં સ્પા સેન્ટરમાં પોલીસે દરોડા પાડ્યા, 10 લોકોની કરી ધરપકડ

By

Published : Jan 16, 2023, 4:22 PM IST

આગ્રાછેલ્લા ધણા સમયથી વેશ્યાવૃત્તિનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો. વેશ્યાવૃત્તિના ધંધાની આડમાં કેટલાય ગૂનાઓ કરવામાં આવી રહ્યા હતા. અને સામે પણ આવી રહ્યા હતા. આવો જ એક બનાવ ફરી આગ્રામાં બન્યો છે. આગ્રામાં તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો ચાલી રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સ્પામાં દરોડાતાજગંજ પોલીસ સ્ટેશને શનિવારે સાંજે ફતેહાબાદ રોડ સ્થિત વિભવ નગર સ્થિત એરોમા બોડી બ્યુટી સ્પામાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પા સેન્ટરની કેબિનમાં ચાર યુવતીઓ અને 3 ગ્રાહકોને ખરાબ સ્થિતિમાં પકડ્યા હતા. જે બાદ પોલીસે સ્થળ પરથી સ્પા સેન્ટરના બે સંચાલક ભાઈઓ સહિત એક કર્મચારીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Surat police raided the brothel: સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

ચાર યુવતીઓ પરિણીત જે બાદ સમગ્ર મામલા અંગે પોલીસે માહિતી આપી હતી અને તેમા પોલીસએ જણાવ્યું કે વિભવ નગર સ્થિત એરોમા બોડી બ્યુટી સ્પામાં પકડાયેલી ચાર યુવતીઓ પરિણીત છે. તે તેના પતિ સાથે રહેતી નથી. 3 છોકરીઓ આગ્રાની છે અને 1 છોકરી ફિરોઝાબાદની છે. આ ખોટા કામ અને ધંધા માટે તે રોજ ફિરોઝાબાદથી આગ્રા આવતી હતી.

આ પણ વાંચો રાજકોટ પોલીસના સ્પામાં દરોડા કરતા ત્રણ સ્પા ચાલુ હાલતમા મળી આવ્યા

પોલીસે ધરપકડ કરીસ્પાની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવતા રિંકુ અને સની બંને ભાઈઓ તાજગંજના સિદ્ધાર્થ નગર ગોબર ચોકીના રહેવાસી છે. સ્પામાં કામ કરતા કર્મચારી નિખિલની પણ પોલીસે ધરપકડ કરી છે. યુવતીઓની સાથે સ્પાની કેબિનમાં 3 ગ્રાહકો પણ ઝડપાયા છે. જેમને જેલમાં મોકલી દીધા છે.

સ્પા સેન્ટરની આડમાં ધંધો એસીપી સદર બજાર અર્ચના સિંહે જણાવ્યું કે બાતમીદારની મદદથી તાજગંજ પોલીસ એસઓજીને માહિતી મળી હતી કે સ્પા સેન્ટરની આડમાં વેશ્યાવૃત્તિ થઈ રહી છે. આ માહિતીના આધારે એસઓજી ઈન્ચાર્જ કુલદીપ દીક્ષિતે પોલીસ સ્ટેશન તાજગંજની ટીમ સાથે સ્પા પર દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે 4 યુવતીઓ સહિત 2 સ્પા ઓપરેટર, 1 કર્મચારી અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે. તમામને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details