- બારના મેનેજર અને અન્ય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- ગુપ્ત ભોંયરામાંથી 17 બાર ગર્લ્સ મળી આવી
- અંધેરી વિસ્તારમાં દીપા બારમાં દરોડો પાડ્યો
મુંબઈ: મુંબઇ પોલીસે શનિવારની રાત્રે મુંબઈમાં આવેલ અંધેરી વિસ્તારમાં દીપાબારમાં દરોડો પાડ્યો હતો(mumbai POLICE RAID to DANCE BAR). પોલીસ પાસે એક અવી ફરીયાદ નોંધાઇ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈમાં ડાન્સ બારમાં કોરોનાના નિયમોમાં ઉલ્લંઘનો થાય છે તેમજ બારની મહિલાઓ પોલીસના નિયમોની અવગણના કરી રહી છે. આ ડાન્સબાર આખી રાત નિયમો વિરુદ્ધ ચાલતા હતા, પરંતુ સ્થાનિક પોલીસને આ બાબતની ન હતી. પોલીસને શનિવારે રાત્રે એક NGO તરફથી માહિતી મળતા જ પોલીસની ટીમે રાત્રે દરોડા પાડ્યા હતા.
દરોડો પાડતાની સાથે જ બાર ગર્લ્સ અચાનક ગાયબ
પોલીસ દ્વારા જે બાર પર દરોડા પાડવામાં આવ્યાં હતાં તે ડાન્સ બાર આધુનિક સિસ્ટમથી ભરપૂર હતો. પોલીસની ટીમે દરોડો પાડતાની સાથે જ બાર ગર્લ્સ અચાનક ગાયબ થઈ ગઈ હતી. પોલીસે ડાન્સ બારના બાથરૂમ, સ્ટોરેજ રૂમ, કિચનના દરેક ખૂણે શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. બાર મેનેજર, કેશિયર અને વેઈટરની કલાકો સુધી પૂછપરછ કરી થતાં પણ તેમને બારમાં ગર્લ્સ છે તે વાત માનવા તૈયાર ન હતાં. તેમ છતાં આખરે મહામહેનતે પોલીસને છૂપાયેલી ગર્લ્સ મળી આવી હતી.