ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢમાં નક્સલવાદીઓ બન્યા બેકાબૂ: અથડામણમાં એક DRG જવાન શહીદ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Chhattisgarh Police Naxalite encounter) થઈ છે. બસ્તરના અબુઝમાદમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં એક DRG જવાન શહીદ થયો છે.

By

Published : May 4, 2022, 7:24 PM IST

છત્તીસગઢમાં નક્સલવાદીઓ બન્યા બેકાબૂ: અથડામણમાં એક DRG જવાન શહીદ
છત્તીસગઢમાં નક્સલવાદીઓ બન્યા બેકાબૂ: અથડામણમાં એક DRG જવાન શહીદ

નારાયણપુરઃ દંતેવાડા અને નારાયણપુર જિલ્લાની સરહદ પર અબુઝહમદ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ છે. સવારે પોલીસની ટીમનું નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર (Chhattisgarh Police Naxalite encounter) થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક DRG જવાન શહીદ (Chhattisgarh DRG jawan martyred) થયો છે. છોટાઉડંગર પોલીસ સ્ટેશનમાંથી જવાનો તલાશી લેવા નીકળ્યા હતા. આ દરમિયાન તેનું નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર (Police Naxalite encounter in Abujhmad ) થયું હતું. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો:Raj Thakrey on Loudspeaker: રાજ ઠાકરેએ કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં શાંતિ ઈચ્છીએ છીએ

અબુઝહમદમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરઃદંતેવાડા અને નારાયણપુર જિલ્લાના સરહદી વિસ્તાર તુલારગુફા અને મંગરી વચ્ચે પોલીસ પાર્ટી અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં ડીઆરજી નારાયણપુરના હેડ કોન્સ્ટેબલ સાલિક રામ મરકમ શહીદ થયા હતા. 37 વર્ષીય સલિકરામ ભાનુપ્રતાપપુરના ચવેલા ગામનો રહેવાસી હતો.

આ પણ વાંચો:તેલંગાણામાં કાળઝાળ ગરમીએ લીધો લોકોનો જીવ, છેલ્લા ચાર અઠવાડિયામાં આંકડો નોંધનીય

ABOUT THE AUTHOR

...view details