ગુજરાત

gujarat

By

Published : Nov 1, 2021, 6:50 AM IST

ETV Bharat / bharat

દંતેવાડામાં પોલીસ-નક્સલી વચ્ચે અથડામણ, ત્રણ ઈનામી મહિલા નક્સલી ઠાર

દંતેવાડા (Dantewada)જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથે પોલીસ-નક્સલ એન્કાઉન્ટર (Police-Naxal Encounter) દરમિયાન ત્રણ મહિલા નક્સલવાદીઓ માર્યા ગયા(Three women Naxalites killed). જેના પર કુલ 15 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ આ માહિતી આપી. એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે આ ઓપરેશનમાં ડીઆરજીની મહિલા કમાન્ડોએ પણ ભાગ લીધો હતો.

દંતેવાડામાં પોલીસ-નક્સલી વચ્ચે અથડામણ, ત્રણ ઈનામી મહિલા નક્સલી ઠાર
દંતેવાડામાં પોલીસ-નક્સલી વચ્ચે અથડામણ, ત્રણ ઈનામી મહિલા નક્સલી ઠાર

  • દંતેવાડામાં પોલીસ નક્સલવાદી એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા
  • ત્રણેય માઓવાદીઓની કાટેકલ્યાણ એરિયા કમિટીના સક્રિય સભ્યો હતા
  • એન્કાઉન્ટરમાં ડીઆરજી મહિલા કમાન્ડોની ટીમ સામેલ

દંતેવાડા: જિલ્લામાં પોલીસ નક્સલવાદી એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. દંતેવાડાના (Dantewada) પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવે (Superintendent of Police Abhishek Pallav)જણાવ્યું હતું કે રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે કાટેકલ્યાણમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જ્યારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે અડવાલ અને કુંજેરાત ગામો વચ્ચેના જંગલમાં આ એન્કાઉન્ટર થયું હતું. દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે બાતમીદારની સૂચના પર માહિતી મળી હતી કે આ વિસ્તારમાં નક્સલવાદીઓનો જમાવડો છે. નક્સલવાદીઓને મળી રહ્યા છે અને ગ્રામજનો પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે. જે બાદ સુરક્ષાદળોની ટીમ શોધખોળમાં લાગી હતી. આ એન્કાઉન્ટરમાં ડીઆરજી મહિલા કમાન્ડોની ટીમ પણ હતી. જેમણે એન્કાઉન્ટરમાં ભાગ લીધો હતો અને ત્રણ મહિલા નક્સલવાદીઓને માર્યા હતા.

ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા

એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળેથી ત્રણ મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. પલ્લવે જણાવ્યું હતું કે માર્યા ગયેલી મહિલા માઓવાદીઓની ઓળખ રાજે મુચકી, ગીતા મરકામ અને જ્યોતિ ઉર્ફે ભીમ નુપ્પો તરીકે કરવામાં આવી છે. ત્રણેય માઓવાદીઓની કાટેકલ્યાણ એરિયા કમિટીના સક્રિય સભ્યો હતા. ત્રણેય પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

એસપી અભિષેક પલ્લવે માહિતી આપી હતી

પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવે જણાવ્યું કે સ્થળ પરથી એક 12 બોરની બંદૂક, બે દેશી બનાવટની રિવોલ્વર, એક મજલ લોડિંગ ગન, બે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી), વાયર, દવાઓ, માઓવાદી સાહિત્ય અને રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃZycov-D રસીની પ્રતિ ડોઝ કિંમત 265 રૂપિયા નક્કી કરાઈ, ટૂંક સમયમાં અંતિમ નિર્ણય

આ પણ વાંચોઃ15 લોકોથી ભરેલી કાર ખીણમાં ખાબકતા 11ના મોત, રાહતકાર્ય શરૂ

ABOUT THE AUTHOR

...view details