કર્ણાટક હુબલીમાં સોમવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં લક્ષ્મેશ્વરથી હુબલી જઈ રહેલી KSRTC બસ પલટી (bus accident in Karnataka) જતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. તે જ સમયે, અકસ્માતમાં 25થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. (bus overturned in Hubli)
બસ પલટી જતા ડ્રાઈવરનું મોત, 25 પ્રવાસીઓને ગંભીર ઈજા - bus overturned in Hubli
કર્ણાટકના હુબલીમાં ટાયર ફાટવાના કારણે બસ (bus accident in Karnataka) પલટી જતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં બસ ડ્રાઈવરનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે 25થી વધુ પ્રવાસીઓને ગંભીર ઈજા થતાં તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. (bus overturned in Hubli)
લોકોની બચાવ કામગીરી બસ પલટી જતા લોકોએ બૂમો પાડી હતી. તે સમયે બસ ડ્રાઇવર રવિન્દ્ર બિંગીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બસની નીચે અને બસની સીટ નીચે ફસાયેલા પ્રવાસીઓને બચાવવા લોકો બૂમો પાડી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા સ્થાનિક લોકો JCB સાથે પહોંચી ગયા હતા. જેથી બસની નીચે ફસાયેલા લોકોને બચાવી શકાય. આ અકસ્માતમાં 25થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હુબલીની KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. (Driver death bus accident in Hubli)
પોલીસનું નિવદેન માહિતી મળી રહી હતી કે, બસ લક્ષ્મેશ્વરથી હુબલી જઈ રહી હતી. આ દરમિયાન હુબલીના શેરેવાડ ગામ પાસે પલટી મારી ગઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતા ધારવાડના SP લોકેશ જગલસારીએ જણાવ્યું કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના અંગે હુબલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Sherewad village bus overturned)