- મહેમૂદ પ્રાચાએ ઉત્તર-પૂર્વીય દિલ્હી તોફાનના ઘણા કેસ લડ્યા છે
- ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ આ નિર્ણય સંભળાવ્યો
- મહેમૂદ પ્રાચાના કમ્પ્યૂટર કબજે કરવાની પોલીસને મંજૂરી અપાઈ
નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઉત્તર-પૂર્વીય દિલ્હી તોફાનના ઘણા કેસ લડનારા વકીલ મહેમૂદ પ્રાચા સામે સર્ચ વોરન્ટ જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ આ નિર્ણય સંભળાવ્યો છે.
આ પણ વાંચોઃદિલ્હી કોર્ટે ડૉક્ટરની આત્મહત્યા મામલે AAP નેતા પ્રકાશ જરવાલની જામીન અરજી ફગાવી
કમ્પ્યૂટર કબજે કરી શકે છે પોલીસ
કોર્ટે કહ્યું હતું કે, મહેમૂદ પ્રાચાએ ઉઠાવેલા વાંધા પાયાવિહોણા છે. કોર્ટે કહ્યું હતું કે, પોલીસને કાયદા મુજબ મહેમૂદ પ્રાચાના કમ્પ્યૂટર કબજે કરવાની મંજૂરી આપવામાં આવે છે. કોર્ટના આ આદેશનો મતલબ છે કે પોલીસ મહેમૂદ પ્રાચાના કમ્પ્યૂટરને કબજે કરી શકે છે.
આ પણ વાંચોઃકોરોના કોલર ટ્યૂનમાંથી હટાવ્યો અમિતાભનો અવાજ, જાહેર અરજીનું કોઈ મહત્વ નહીં : HC
સર્ચ વોરન્ટ પર પ્રતિબંધ રદ કરવાની માગ
સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ તરફથી વકીલ અમિત પ્રસાદે કહ્યું હતું કે, મહેમૂદ પ્રાચાને પુરાવા અધિનિયમની ધારા 126નો લાભ ન આપી શકાય. તેમણે કહ્યું હતું કે, પેન ડ્રાઈવથી ડેટા કાઢવાની વાત કરવી તપાસને સિમિત કરવા બરાબર છે. તેમણે સર્ચ વોરન્ટ પર પ્રતિબંધના કોર્ટના આદેશને રદ કરવાની માગ કરી હતી. સુનાવણી દરમિયાન પ્રાચા તરફથી સુનાવણી સ્થગિત કરવાની માગનો દિલ્હી પોલીસે વિરોધ કર્યો હતો.
9 માર્ચે દિલ્હી પોલીસે મહેમૂદ પ્રાચાની ઓફિસમાં દરોડા પાડ્યા હતા
10 માર્ચે કોર્ટે મહેમૂદ પ્રાચા સામે જાહેર કરાયેલા સર્ચ વોરન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, 9 માર્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ મહેમૂદ પ્રાચાને નિઝામુદ્દીન ઈસ્ટ સ્થિત ઓફિસ પર દરોડા પાડવા ગઈ હતી, પરંતુ ઓફિસમાં તાળું હોવાથી પોલીસ પરત ફરી હતી. ત્યારબાદ મહેમૂદ સાચાનો દરવાજો ખખડાવ્યો. આ સુનાવણી દરમિયાન મહેમૂદ પ્રાચાએ કહ્યું હતું કે, પોલીસે પહેલા જે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન તમામ દસ્તાવેજ મેળવી લીધા હતા. તેવામાં હવે કોઈ તપાસની જરૂર નથી.