ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Parliament security Breach : સંસદની સુરક્ષામાં ગેરરીતિના કેસમાં ચાર આરોપીઓની પોલીસ કસ્ટડીમાં કરાયો વધારો

કોર્ટે ગુરુવારે સંસદની સુરક્ષામાં ગેરરીતિના કેસમાં ચાર આરોપીઓની પોલીસ કસ્ટડીમાં 15 દિવસનો વધારો કરી દીધો છે.

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 4:15 PM IST

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સંસદની સુરક્ષામાં ગેરરીતિના કેસમાં ચાર આરોપીઓની પોલીસ કસ્ટડી 15 દિવસ માટે વધારી દીધી છે. ચારેય આરોપીઓની પોલીસ કસ્ટડીનો સમયગાળો આજે પૂરો થઈ રહ્યો હતો, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એડિશનલ સેશન જજ હરદીપ કૌરે આ આદેશ આપ્યો હતો. આજે ચારેય આરોપીઓની હાજરી દરમિયાન દિલ્હી પોલીસે પોલીસ કસ્ટડી 15 દિવસ વધારવાની માંગ કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે આ મામલે તપાસ કરવા માટે ચારેય આરોપીઓની કસ્ટડી લંબાવવાની જરૂર છે.

પોલીસ કસ્ટડીમાં વધારો કરાયો : 14 ડિસેમ્બરે કોર્ટે ચારેયને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે જેમની પોલીસ કસ્ટડી વધારવાનો આદેશ આપ્યો છે તેમાં નીલમ, સાગર શર્મા, ડી. મનોરંજન અને અમોલ શિંદેનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડવોકેટ અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે UAPAની કલમ 16A હેઠળ આરોપીઓ સામે ગંભીર આરોપો છે.

મુખ્ય આરોપીઓને જેલમાં ધકેલાયા હતા : 15 ડિસેમ્બરે કોર્ટે આ કેસના મુખ્ય આરોપી લલિત ઝાને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. છઠ્ઠા આરોપી મહેશ કુમાવતને પણ કોર્ટે 16 ડિસેમ્બરે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

સંસદની સુરક્ષામાં ચુક થઇ હતી : દિલ્હી પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ FIR નોંધી છે. 13 ડિસેમ્બરે બે આરોપીઓ સંસદની વિઝિટર ગેલેરીમાંથી ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. થોડા સમય પછી, એક આરોપી ડેસ્કની ટોચ પર ચાલતો હતો, તેણે તેના જૂતામાંથી કંઈક કાઢ્યું અને અચાનક પીળો ધુમાડો નીકળવા લાગ્યો. આ ઘટના બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. હંગામા અને ધુમાડા વચ્ચે કેટલાક સાંસદોએ આ યુવાનોને પકડી લીધા અને માર પણ માર્યો.

આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી જવા પામ્યો હતો : થોડા સમય બાદ સંસદના સુરક્ષાકર્મીઓએ બંને યુવકોને પકડી લીધા હતા. સંસદની બહાર સૂત્રોચ્ચાર કરતા અને પીળો ધુમાડો ફેંકતા બે લોકો પણ પકડાયા હતા.

  1. Parliament security Breach : સંસદની સુરક્ષા ભંગ કેસમાં દિલ્હીથી વિશેષ ટીમ લખનૌ પહોંચી, ત્રણ કલાક સુધી પૂછપરછ કરાઇ
  2. સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું

ABOUT THE AUTHOR

...view details