- ASI શ્યામલાલ સુખવાલ ભેંસની ચોરીના કેસમાં તપાસ કરવા ગયો હતો
- ASIનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- એક મહિલાએ ASI પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો
ચિત્તોડગઢ :ચંદેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોસુંડા પોલીસચોકીનો ASI શ્યામલાલ સુખવાલ સોમવારે ગદરીવાસમાં ગામમાં ભેંસની ચોરીના કેસમાં તપાસ કરવા ગયો હતો. અહીં ગ્રામજનો અને ફરિયાદીના પરિવારજનોએ ASIને ઝાડ સાથે બાંધીને બંધક બનાવ્યો હતો. જે પરિવારની ભેંસ ચોરી થઇ હતી, તેજ પરિવારની એક મહિલાએ ASI પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
ASIનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઝાડ સાથે બંધાયેલા ASIનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ સમાચાર મળતાની સાથે જ ચાંદેરિયા પોલીસ સ્ટેશનના અધિકારી અનિલ જોશી ગદરીવાસમાં પહોંચ્યા હતા અને શ્યામલાલને છોડાવ્યો હતો. સોમવારે મહિલા તેના પરિવારના સભ્યો સાથે ચાંદેરિયા પોલીસ સ્ટેશન પહોંચી અને ASI શ્યામલાલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.