ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફલોદીમાં જેલ તોડીને ભાગનારા 16માંથી 2 કેદીની પોલીસે ધરપકડ કરી - પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં

રાજસ્થાનના ફલોદીમાં જેલ તોડીને 16 કેદી ભાગી ગયા હતા. જોકે, પોલીસે ગુરુવારે આમાંથી 2 કેદીની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી પોલીસે 3 કેદીની ધરપકડ કરી છે. જ્યારે કેદીઓને ભગાડવામાં મદદ કરનારા અન્ય 2 કેદી પણ હવે પોલીસના કબજામાં આવી ગયા છે.

ફલોદીમાં જેલ તોડીને ભાગનારા 16માંથી 2 કેદીની પોલીસે ધરપકડ કરી
ફલોદીમાં જેલ તોડીને ભાગનારા 16માંથી 2 કેદીની પોલીસે ધરપકડ કરી

By

Published : Apr 15, 2021, 1:09 PM IST

Updated : Apr 15, 2021, 2:56 PM IST

  • રાજસ્થાનના ફલોદીમાં જેલ તોડીને ભાગ્યા હતા 16 કેદી
  • ગુરુવારે વધુ 2 કેદીની પોલીસે ધરપકડ કરી
  • પોલીસે મુખ્ય આરોપી શૌકતની મોહનગઢથી ધરપકડ કરી

જોધપુર (રાજસ્થાન): ફલોદી જિલ્લામાં જેલમાંથી 16 કેદીઓ ભાગી ગયા હતા. પોલીસ આ કેદીઓને પકડવા માટે તપાસ કરી રહી હતી. ગુરુવારે પોલીસે આમાંથી વધુ 2 કેદીની ધરપકડ કરી છે. આ ઘટનાનો મુખ્ય આરોપી શૌકતની પોલીસે જૈસલમેરના મોહનગઢથી ધરપકડ કરી છે. જૈસલમેરની સ્પેશિયલ ટીમને બનાવેલી વિવિધ ટીમની મદદથી આરોપીને પકડવામાં સફળતા મેળવી છે. આ ભાગી ગયેલો કેદી શૌકત પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતો. તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચોઃઅમદાવાદ લઈ જવાતો દારૂનો જથ્થો આણંદ પોલીસે ઝડપી પાડ્યો

હજી પણ 13 કેદી ફરાર છે

પોલીસે આપેલી માહિતી અનુસાર, શૌકત પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતો. આ પહેલા પણ તે બે વખત પાકિસ્તાન ભાગવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. જોધપુર ગ્રામીણ પોલીસ વડા અનિલ કયાલે જણાવ્યું હતું કે, અન્ય એક આરોપી રાજકુમારને જિલ્લાના જાંબા ગામથી પકડવામાં આવ્યો છે. જૈસલમેર પોલીસે પકડેલા આરોપીને જોધપુર લઈ જવાશે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. જોકે, હજી પણ 13 કેદી ફરાર છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃકોરોના દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરનાર ચોર ઝડપાયો

5 એપ્રિલે 16 કેદી જેલમાંથી ભાગ્યા હતા

ફલોદીમાં 5 એપ્રિલે 16 કેદી જેલમાંથી ભાગ્યા હતા. ત્યારબાદ પોલીસે પહેલા કેદી મોહન રામને બિકાનેરથી ઝડપ્યો હતો. આ ઉપરાંત પોલીસે કેદીઓને મદદ કરનારા વાહનચાલક મનીષ અને કેદીઓને સીમકાર્ડ આપનારા શાહરુખની પણ ધરપકડ કરી છે.

Last Updated : Apr 15, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details