ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Agneepath Yojana Protest : સિકંદરાબાદ હિંસાના માસ્ટરમાઈન્ડની માસ્ટરી થઈ ફેલ, આ રીતે ઘટનાને આપ્યો અંજામ

શુક્રવારે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન (Secunderabad railway station) પર ફાટી નીકળેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ કહેવાતા અવુલા સુબ્બા રાવની આંધ્રપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. કેન્દ્ર સરકારની નવી શરૂ કરાયેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં (agneepath yojana protest) શુક્રવારે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર તોડફોડ કરવામાં આવી હતી.

માસ્ટરમાઈન્ડની માસ્ટરી થઈ ફેલ:સિકંદરાબાદ હિંસા પાછળનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો
માસ્ટરમાઈન્ડની માસ્ટરી થઈ ફેલ:સિકંદરાબાદ હિંસા પાછળનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો

By

Published : Jun 19, 2022, 1:37 PM IST

હૈદરાબાદ: સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર શુક્રવારે ફાટી નીકળેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ કહેવાતા અવુલા સુબ્બા રાવની આંધ્રપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. કેન્દ્ર સરકારની નવી શરૂ કરાયેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં (agneepath yojana protest) શુક્રવારે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની તપાસ ઝડપથી કરી છે. નરસરાઓપેટમાં ડિફેન્સ એકેડમી ચલાવતા સુબ્બારાવને સિકંદરાબાદની ઘટનાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.

આ પણ વાંચો:હૈદરાબાદમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન ઝારી, જૂઓ ભયાનક દર્શયો...

સુબ્બા રાવની આંધ્રપ્રદેશ પોલીસે કરી ધરપકડ:અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. દરેક જગ્યાએ ટ્રેનોને નિશાન બનાવવામાં આવી રહી છે. યુપી અને બિહાર બાદ હવે હૈદરાબાદમાં ટ્રેનમાં આગ લગાડવામાં આવી છે. શુક્રવારે સમગ્ર દક્ષિણ રાજ્યમાં સશસ્ત્ર દળોમાં ભરતી સંબંધિત કેન્દ્રની 'અગ્નિપથ' યોજના સામે વિરોધ પ્રદર્શનો થયા. પ્રદર્શનકારીઓએ અહીંના સિકંદરાબાદ રેલવે સ્ટેશન (Secunderabad railway station) પર પેસેન્જર ટ્રેનના પાર્સલ કોચને આગ ચાંપી દીધી હતી. દક્ષિણ મધ્ય રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, આંદોલનકારીઓએ સેનાની નોકરીઓમાં સામાન્ય ભરતીની માગણી સાથે કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર શુક્રવારે ફાટી નીકળેલી હિંસાનો માસ્ટરમાઈન્ડ કહેવાતા અવુલા સુબ્બા રાવની આંધ્રપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો:#Agnipath સેનાની ત્રણે પાંખમાં 40,000 અગ્નિવીરોની ભરતી થશે, જાણો જોડાવાની પ્રક્રિયા

હિંસા ભડકાવવાનો છે આરોપ: સુબ્બારાવ આંધ્રપ્રદેશના નરસરાવપેટ તેમજ હૈદરાબાદમાં સાઈ ડિફેન્સ એકેડમી ચલાવે છે. તેના પર અગ્નિપથ યોજનાના અમલને લઈને સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હિંસા ભડકાવવાનો આરોપ છે. સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનની તોડફોડમાં (Agnipath scheme protest) સામેલ ઉમેદવારો પાસેથી મળેલી સૂચના પર પ્રકાશમ જિલ્લામાં રેલ્વે પોલીસે શનિવારે સવારે સુબ્બારાવની ધરપકડ કરી હતી અને તેને ત્યાંથી નરસરાવપેટ લાવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details