- ખેડૂતોના ભારત બંધના આંદોલનને ધ્યાને લઈ ચિલ્લા બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- લોકોને આવન જાવન કરવાની છૂટ અપાઈ
- ચિલ્લા બોર્ડર પર પોલીસ ફોર્સ તૈનાત
નવી દિલ્હી: કિસાન મોરચાના ભારત બંધના આહ્વાન બાદ સુરક્ષા એજન્સીઓ એકવાર ફરીથી સતર્ક થઈ ગઈ છે. દિલ્હી નોઈડા ચિલ્લા બોર્ડર પર બેરિકેડિંગ કરી દીધી છે અને સ્થળ પર પોલીસ-અર્ધલશ્કરી દળને તૈનાત કરવામાં આવી છે. તેમ છતાં રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો નથી લોકોને આવન જાવન કરવાની છૂટ આપવામાં આવી છે પરંતુ પોલીસ તેમના વતી સતર્ક છે.
ચિલ્લા બોર્ડર પર પોલીસ ફોર્સ તૈનાત
ભારત બંધનું એલાન આપ્યા બાદ સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળને દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ ખેડૂત સંગઠન યુનાઇટેડ કિસાન મોરચાના આહ્વાન બાદ બોર્ડર બંધ કરવાની ચેતવણી આપી હતી જેના ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વહીવટીતંત્રે સરહદ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
56 દિવસ સુધી લાંબું ચાલ્યું આંદોલન
ભારતીય કિસાન યુનિયન (ભાનુ)ના અધિકારીઓએ લાંબું આંદોલન કર્યું, લગભગ 56 દિવસ સુધી ખેડૂતોએ નોઈડાથી દિલ્હી જતાં રસ્તોને સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો, ખેડૂતોનું આંદોલન લાંબુ ચાલ્યું હતું, જેના લીધે ટ્રાફિકને પણ અસર થઈ. 26 જાન્યુઆરીએ પણ દિલ્હીમાં ખેડૂતો-પોલીસની હિંસક ઘટના બાદ ભારતીય ખેડૂત સંઘ ભાનુએ ચિલ્લા સરહદ પરથી ઉભા થવાનું નક્કી કર્યું. એવામાં ફરીવાર એવી પરિસ્થિતિમાં ન બને કે ખેડૂત સરહદ પર બેસી જઈ અને ટ્રાફિક જામ કરી દે તે ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારી અને અર્ધ સૈનિક દળ સરહદો પર તૈનાત છે.
આ પણ વાંચો: ભારત બંધ: રેલવે, માર્ગ પરિવહનને અસર થવાંની સંભાવના