ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી - પૂર્વોત્તર વિકાસ સાથે જોડાયો

વડાપ્રધાન મોદી પૂર્વોત્તર રાજ્યો મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે છે.(PM narendra Modi visit Meghalaya and Tripura) મેઘાલયની રાજધાની શિલોંગમાં આજે નોર્થ-ઈસ્ટ કાઉન્સિલની 50મી વર્ષગાંઠની સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. (pm mosi Attends Golden Jubilee Of North East Council) વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે હાજરી આપી વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી
હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી

By

Published : Dec 18, 2022, 2:06 PM IST

Updated : Dec 18, 2022, 9:13 PM IST

મેઘાલય: વડાપ્રધાન મોદી પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે છે. (PM narendra Modi visit Meghalaya and Tripura)આ પ્રસંગે વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.(Inauguration of various development schemes) મેઘાલયના શિલોંગમાં પીએમ મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. મેઘાલય-ત્રિપુરાની મુલાકાત દરમિયાન રૂપિયા 6,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

મેઘાલયમાં મોદી:મેઘાલયની રાજધાની શિલોંગમાં આજે નોર્થ-ઈસ્ટ કાઉન્સિલની 50મી વર્ષગાંઠની સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદી અહીં પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ ત્યારબાદ જનસભાને સંબોધન કર્યું હતું.

આ પણ વાંચો:રાજનાથ સિંહ આજે સ્વદેશી જહાજ મોરમુગાઓ નેવીને કરશે સમર્પિત

વાઇબ્રન્ટ ગામો બનશે:વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. પૂર્વોત્તરમાં વિકાસના કામો અટકાવનાર લોકો આજે બહાર છે. અમે નોર્થ ઈસ્ટમાં રોડ, બ્રિજ, રેલ લાઈન, ટેક્નોલોજી અને એર કનેક્ટિવિટી વધારી છે. નવા રસ્તાઓ, ટનલ, પુલ, રેલ લાઇન અને જે જરૂરી છે તે ઝડપથી બનાવવામાં આવી રહ્યા છે. જે ગામડાઓ ઉજ્જડ હતા, આજે આપણે તેને વાઇબ્રન્ટ ગામો બનાવી રહ્યા છીએ. ગામડાના વિકાસ પછી જે લોકો છોડી ગયા છે તે પણ પાછા આવશે. જે ઝડપ આપણા શહેરો માટે મહત્વપૂર્ણ છે. આપણી સરહદ પર પણ આ જ ગતિ હોવી જરૂરી છે. આપણે તમામ પ્રકારના વિવાદોને દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ.

આ પણ વાંચો:કેબિનેટે નાની ગેરરીતિઓને અપરાધમુક્ત કરવાના બિલને આપી મંજૂરી

પૂર્વોત્તર વિકાસ સાથે જોડાયો: સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આજે રમતગમતને લઈને નવી વિચારસરણી સાથે આગળ વધી રહી છે. પૂર્વોત્તરના યુવાનોને તેનો લાભ મળ્યો છે. દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઉત્તર-પૂર્વમાં છે. ફૂટબોલમાં જો કોઈ ખેલાડી ખેલદિલી સાથે ન રમે તો તેને રેડ કાર્ડ બતાવીને બહાર મોકલી દેવામાં આવે છે. એ જ રીતે, છેલ્લા 8 વર્ષમાં અમે પૂર્વોત્તરના વિકાસના માર્ગમાં અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યા છે.

Last Updated : Dec 18, 2022, 9:13 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details