- ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ કાર્યક્રમ
- દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
- કાર્યક્રમ વીડિયો કોન્ફેંસિંગ દ્વારા આયોજીત
દિલ્હી: વડા પ્રધાન મોદી ગુરુવાર (12 ઓગસ્ટ) ને આત્મનિર્ભર નારી શક્તિ સે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તે દિનદયાલ અત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કામ કરવા વાળી મહિલાઓ સાથે વાત કરશે આ કાર્યક્રમ વીડિયો કોન્ફેંસિંગ દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે.
નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તિકા
PM Narendra Modi ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ બપોરે 12:30 કલાકે યોજાશે.PMOના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન વડાપ્રધાન મોદી સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓની સફળતાની વાર્તાનું સંક્ષિપ્ત વર્ણન અને નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તિકા પણ જારી કરશે.
PMO દ્વારા ટ્વિટ કરી જાણકારી અપાઇ
PMO દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, “ભારતમાં મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથો છે, જે મહિલા સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. કાલે બપોરે 12:30 વાગ્યે હું ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈશ. આવતીકાલના કાર્યક્રમમાં, મને મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો સાથે વાતચીત કરવાની તક મળશે. વિવિધ સ્વ-સહાય જૂથો માટે સહાયની રકમ પણ જાહેર કરવામાં આવશે. તેનાથી આ જૂથોના કામમાં વેગ આવશે અને રાષ્ટ્રના કલ્યાણ માટે વધુ મહિલાઓની ભાગીદારી વધશે.