ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શતરંજ ઓલંપિયાડ માટે વડાપ્રધાન 19 જૂને મશાલ રિલેને કરશે લોન્ચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 44મી ચેસ ઓલિમ્પિયાડ(44th Chess Olympiad) માટે મશાલ રિલેનું ઉદ્ઘાટન કરશે(PM to launch torch relay for Chess Olympiad). તેઓ 19 જૂને દિલ્હીમાં જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ટુર્નામેન્ટને ફ્લેગ ઓફ કરશે.

44th Chess Olympiad
44th Chess Olympiad

By

Published : Jun 16, 2022, 4:34 PM IST

ચેન્નાઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જૂને દિલ્હીમાં જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી 44મી ચેસ ઓલિમ્પિયાડ(44th Chess Olympiad) માટે પ્રથમ મશાલ રિલેનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા(PM to launch torch relay for Chess Olympiad) છે. ઓલિમ્પિક રમતોની તર્જ પર યોજાનારી આ રિલે હવે હંમેશા ભવિષ્યમાં ચેસ ઓલિમ્પિયાડમાં પણ યોજાશે. વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) પહેલાથી જ આની જાહેરાત કરી ચૂક્યું છે.

આ પણ વાંચો - India vs South Africa : રાજકોટ પહોંચતા જ અર્શદીપ સિંહએ કર્યા ભાંગડા, ખેલાડીઓનું ગુલાબની પાંખડીઓથી કર્યું સ્વાગત

વડાપ્રધાનના હસ્તે ઉદધાટન કરાશે - વડાપ્રધાન દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રિલેનું ઉદ્ઘાટન કરશે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. AICFના પ્રમુખ સંજય કપૂરે ટ્વીટ કર્યું કે, "ચેસ ઓલિમ્પિયાડની પ્રથમ મશાલ રિલેનું ઉદ્ઘાટન 19મી જૂન 2022ના રોજ IG સ્ટેડિયમ ખાતે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવશે."

આ પણ વાંચો - આયર્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હાર્દિક પંડ્યાને સોંપાઇ મોટી જવાબદારી

343 ટીમ ભાગ લેશે - પાંચ વખતનો વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ પણ રિલેનો ભાગ બનશે. FIDE એ કહ્યું હતું કે, મશાલ રિલે હંમેશા ચેસના પિતા ભારતથી શરૂ થશે અને યજમાન શહેર સુધી પહોંચવા માટે વિવિધ ઉપખંડોમાંથી પસાર થશે. આ વર્ષે સમયની મર્યાદાને કારણે રિલે ભારતમાં જ યોજાશે. ચેસ ઓલિમ્પિયાડ 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મહાબલીપુરમમાં યોજાશે. જેમાં ઓપન અને વિમેન્સ કેટેગરીમાં 187 દેશોની રેકોર્ડ 343 ટીમો ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details