- કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરશે
- વડાપ્રધાન આ પ્રસંગે પોતાનું સંબોધન પણ આપશે
નવી દિલ્હી: પીએમઓએ કહ્યું કે, એક ઐતિહાસિક પહેલ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન(રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન)ની શરૂઆત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન આ પ્રસંગે પોતાનું સંબોધન પણ આપશે.
યોજનાને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરાશે
વડાપ્રધાને ગઇ 15 ઓગસ્ટે લાલ કિલ્લાના પટમાંથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (Ayushman Bharat Digital Mission)ની પાયલટ પરિયોજનાની ઘોષણા કરી હતી. વર્તમાનમાં આ યોજનાને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરવામાં આવી રહી છે. એનડીએચએમની રાષ્ટ્રવ્યાપી શરૂઆત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠ સાથે જ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે.
ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરાશે
NDHM જન ધન, આધાર અને મોબાઇલ (JAM) ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલોના રૂપમાં તૈયાર કરેલા માળખા પર આધારિત છે, જે ડેટાની વિશાળ શ્રેણીની જોગવાઈ દ્વારા આરોગ્ય સંબંધિત વ્યક્તિગત માહિતીની સુરક્ષા, ગુપ્તતા અને ગોપનીયતા સુનિશ્ચિત કરતા એક વિસ્તૃત શ્રૃખંલાના પ્રાવધાનના માધ્યમથી ડેટા, સૂચના અને જાણકારીનું એક સહજ ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કરાશે.