- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની નિકાસ પરિસ્થિતિ અંગે પ્રતિનિધિઓને સંબોધિત કરશે
- માહિતી સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી
- વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના હોદ્દેદારો સાથે વાતચીત
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે દેશની નિકાસ પરિસ્થિતિ અંગે ભારતીય મિશનના વડાઓ, કેન્દ્ર અને રાજ્યોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત નિકાસ પ્રમોશન પરિષદોના પ્રતિનિધિઓને સંબોધિત કરશે. આ માહિતી સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી હતી. આ સંબોધનનો ઉદ્દેશ વૈશ્વિક વેપારમાં ભારતની નિકાસનો હિસ્સો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. નિવેદન અનુસાર, મંત્રણાનો ઉદ્દેશ દેશની નિકાસ ક્ષમતા વધારવા અને વૈશ્વિક માગને પહોંચી વળવા સ્થાનિક ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે તમામ સંબંધિતોને પ્રોત્સાહિત કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોદ્દેદારો સાથે વિદેશમાં ભારતીય મિશનના વડાઓ સાથે વાતચીત કરશે