નવી દિલ્હી: વડાપ્રધાનએ પોતાની મનની વાત કહેવા માટે તારીખ 3 ઓક્ટોબર, 2014ના રોજ દશેરા અવસર પર શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ એક બાદ એક એપિસોડ બનાવી રહ્યા છે. બે દિવસ પછી હવે મન કી બાતના 100 એપિસોડ પણ પુરા થઇ જશે. જોકે લોકોને મન કી બાત પસંદ આવી રહી છે. જેના કારણે આજે PM મોદી 18 રાજ્યોમાં ફેલાયેલા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન કર્યું છે. 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કવરેજમાં વધારો થશે.
પૂર્વોત્તરના રાજ્યને લાભઃનરેન્દ્ર મોદી શુક્રવારે આજે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન કર્યું છે.જેમાં તેમણે કહ્યું કે ગામે ગામ સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ગયું છે. ડિજિટલ ટેકનિકથી યુવાનોને મોટો ફાયદો થયો છે. દેશમાં રેડિયો કનેક્ટિવિટીને મોટો વેગ મળી રહેશે. આજે દેશમાં ડિજિટલ ઇન્ડિયાએ નવો વિચાર આપ્યો છે. જેમાં યુવાનો જોડાઈ રહ્યા છે. યુવાનોને તેનાથી મોટો ફાયદો થયો છે. પૂર્વોત્તર રાજ્યોનો પણ લાભ થશે. રેડિયોની ભૂમિકા ઘણી મહત્વની છે.
નવા શ્રોતા:પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે સમયસર હાજરી પહોંચાડવા માટે રેડિયો મદદરૂપ થઈ રહ્યો છે. દેશમાં એફએમ રેડિયોની ભૂમિકા મોટી છે. 2 કરોડ લોકોને રેડિયોનો લાભ મળી રહેશે. દેશમાં રેડિયોની કનેક્ટિવિટીને વધારવામાં આવશે. એફએમ ટ્રાન્સમિશનથી પૂર્વોત્તર રાજ્ય મોટો લાભ મળી રહેશે. ડિજિટલ ઈન્ડિયા રેડિયોને મોટા અને નવા શ્રોતા આપ્યા છે. કનેક્ટિવિટી નો હેતુ દેશના લોકોને જોડવાનું રહ્યો છે.
91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન:નરેન્દ્ર મોદી શુક્રવારે આજે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન કર્યું છે. જે સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં FM રેડિયો કનેક્ટિવિટીને વેગ આપશે. વડા પ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારો આ પ્રયાસના કેન્દ્રમાં છે. પીએમઓ અનુસાર, આ પ્રયાસથી રેડિયો સેવાઓ વધારાના બે કરોડ લોકો સુધી પહોંચશે. જેમને અત્યાર સુધી આ માધ્યમની પહોંચ નહોતી. આનાથી લગભગ 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કવરેજમાં વધારો થશે.